યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે એક મોટું પગલું ભરતાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો
ઘટાડો કર્યો. સેન્ટ્રલ બેંક દ્વારા પોલિસી રેટમાં આ એક ચતૃર્થાંસ પોઈન્ટના ઘટાડાથી હવે તે 4 થી
4.25%ની રેન્જમાં આવી ગયું છે. અગાઉ વ્યાજ દર 4.25 થી 4.50%ની રેન્જમાં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ આ વર્ષનો યુએસ ફેડનો આ પહેલો વ્યાજદર ઘટાડો છે અને ટ્રમ્પ
વારંવાર ફેડ સામે વ્યાજ દર ઘટાડા અંગે નિશાત તાકી રહ્યા હતા. યુએસના આ પગલાથી એશિયન
બજારો તેમજ ભારતીય શેરબજાર પર અસર થવાની ધારણા છે. અમેરિકામાં વ્યાજદર ઘટાડાથી ટ્રમ્પના
ટેરિફને કારણે ફુગાવાના વધતા જોખમને કાબુમાં આવશે તેવીઅપેક્ષા છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ
પોવેલની અધ્યક્ષતામાં બે દિવસીય ફેડરલ રિઝર્વ બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો.
ફેડે આ વર્ષના અંત સુધીમાં વધુ પોલિસી રેટમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.