અમેરિકાના કેલિફોર્નિયામાં પોલીસે એક ભારતીય એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
મૃતકની ઓળખ મોહમ્મદ નિઝામુદ્દીન તરીકે થઈ છે, તેણે રૂમમેટ સાથે વિવાદ થયો હોવાનું કહેવાય છે.
તેલંગાણાના નિઝામુદ્દીનના પરિવારે તેમના મૃતદેહને મેળવવામાં મદદ માટે વિદેશ મંત્રાલયને અપીલ
કરી છે. અગાઉ મૃતક મોહમ્મદ નિઝામુદ્દીને જાહેરમાં વંશભેદ અને નોકરીની મુશ્કેલીઓ અંગે ફરિયાદ કરી
હતી.
અહેવાલો અનુસાર, મોહમ્મદ નિઝામુદ્દીને ફ્લોરિડામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.
ત્યારબાદ તેમણે કેલિફોર્નિયાની એક કંપનીમાં કામ કર્યું, પરંતુ ત્યારબાદ તેમને નોકરીમાંથી કાઢી
મૂકવામાં આવ્યો હતો. લિંક્ડઇન પરની એક પોસ્ટમાં મોહમ્મદ નિઝામુદ્દીને આરોપ લગાવ્યો કે તેને ખોટી
રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો અને તેમના પગારમાંથી છેતરપિંડી કરવામાં આવી હતી.
વધુમાં, નિઝામુદ્દીને વંશભેદ વિશે એક પોસ્ટ પણ શેર કરી હતી.
ગુજરાતી મહિલાની ગોળી મારીને હત્યા
અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લા 23 વર્ષથી સ્થાયી થયેલા બોરસદના કિરણબેન પટેલની ગોળી
મારી હત્યા કરી દેવામાં આવી છે. કિરણબેન સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતા હતા. માહિતી
અનુસાર તેમના સ્ટોરમાં બુકાનીધારી યુવક ઘૂસી આવ્યો હતો અને તેણે લૂંટના ઇરાદે આડેધડ ગોળીબાર
કર્યો હતો. જેમાં કિરણબેન પટેલને આઠથી વધુ ગોળી વાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. કિરણ
બેનના બે બાળકો છે જેમાં એક દીકરો છે જે યુકેમાં અને એક દીકરી જે કેનેડામાં વસવાટ કરે છે.