ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોરોક્કોની બે દિવસની મુલાકાતે છે. ભારતીય સંરક્ષણ મંત્રી દ્વારા મોરોક્કોની આ પહેલી મુલાકાત છે. રાજનાથ સિંહ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવા માટે મોરોક્કો પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ એકમ આફ્રિકામાં પ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ છે.
મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરતી વખતે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘ભારત પ્રત્યેની આપણી ભક્તિ, સ્નેહ અને પ્રેમ સ્વાભાવિક છે. આપણે દુનિયામાં ગમે ત્યાં હોઈએ, આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે ભારતીય છીએ. ભારતીય હોવાને કારણે, આપણી જવાબદારીઓ અન્ય લોકો કરતા અલગ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘PoK આપમેળે આપણું થઈ જશે. PoKમાં માંગ ઉઠવા લાગી છે. તમે સૂત્રોચ્ચાર સાંભળ્યા હશે. પાંચ વર્ષ પહેલાં, હું કાશ્મીર ખીણમાં એક કાર્યક્રમમાં ભારતીય સેનાને સંબોધિત કરી રહ્યો હતો. મેં કહ્યું હતું કે આપણે PoK પર હુમલો કરીને કબજો કરવાની જરૂર નથી; તે ગમે તેમ કરીને આપણું છે; PoK ખુદ કહેશે, ‘હું પણ ભારત છું.’ તે દિવસ જલ્દી આવશે.