Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતને મળી પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી

dharmendravaghela by dharmendravaghela
2025-09-27 13:02:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન મળી રહી છે. જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા. આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
સુરત રેલવે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી હતી, જેના કારણે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની મોટી હાજરીએ પરિસ્થિતિને વધુ વણસાવી હતી. આ પ્રસંગે સ્કૂલના બાળકોને પણ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જોકે, અવ્યવસ્થા ચરમસીમાએ ત્યારે પહોંચી જ્યારે રેલવે અધિકારીઓ દ્વારા કવરેજ માટે બોલાવાયેલા મીડિયા કર્મચારીઓ માટેની જગ્યા પર ભાજપના કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકો બેસી ગયા હતા, જેના કારણે મીડિયા કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું.
અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ સૌ પ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો. આ સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાને રાખીને બનાવાઈ છે. આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 09021/09022 તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેન નંબર 19021 ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દર રવિવારે ઉધનાથી રવાના થશે અને વળતી મુસાફરી ટ્રેન નંબર 19022 બ્રહ્મપુર-ઉધના અમૃત ભારત એક્સપ્રેસ દર સોમવારે 6 ઓક્ટોબરથી શરૂ થશે.બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે. આ ટ્રેન 22 એલએચબી કોચ અને ટ્રેનની બંને એન્જિન ધરાવે છે. જેથી ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ 130થી 160 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે, બધાં જ કોચમાં એક સાથે બ્રેક લાગશે એટલે તેને રોકાવા માટે એર બ્રેક જેટલો સમય નહીં લાગે અને ઝડપથી રૂકી જશે.

Tags: modi launches amrut bharat express trainudhna brahmpur
Previous Post

એપસ્ટીન ફાઈલ્સના 8500 દસ્તાવેજોમાં ઈલોન મસ્ક અને પીટર થીલનું નામ ખુલ્યું

Next Post

ભાવનગરના નિર્મળનગર ભાવુભાના ચોકમાં બહેનો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરના નિર્મળનગર ભાવુભાના ચોકમાં બહેનો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

ભાવનગરના નિર્મળનગર ભાવુભાના ચોકમાં બહેનો માટે નવરાત્રી રાસ ગરબાનું આયોજન

બરવાળાના રામપરા ગામના આધેડે ઝેરી દવા પી લેતા પરિવારજનોનો હોબાળો

બરવાળાના રામપરા ગામના આધેડે ઝેરી દવા પી લેતા પરિવારજનોનો હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.