ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના આ શાંતિ પ્રસ્તાવના પ્લાનનું ખુલ્લું સમર્થન કર્યું છે. PM
મોદીએ ટ્રમ્પના આ પગલાને આવકારીને કહ્યું કે, ‘ભારતનો આ પહેલને સંપૂર્ણ ટેકો છે અને અમે બધા
ટ્રમ્પની પહેલને લઈને એકજૂટ થઈશું. આ રીતે અમેરિકાના આ પ્લાનને ભારતનો સાથ મળી ગયો છે.
આ પહેલાં આઠ અન્ય દેશોએ પણ ટ્રમ્પના ગાઝા પીસ પ્લાનને ટેકો આપ્યો છે.
વડા પ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું, ‘અમે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે
જાહેર કરાયેલી એક વ્યાપક યોજનાનું સ્વાગત કરીએ છીએ. આ યોજના પેલેસ્ટાઈન અને ઇઝરાયલી
લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ પ્રદેશ માટે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને
વિકાસનો એક વ્યવહાર્ય માર્ગ પૂરો પાડે છે. અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો ટ્રમ્પની
આ પહેલ પાછળ એકજૂટ થશે અને સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને
સમર્થન આપશે.