બુધવારે કેન્ટુકીના લુઇસવિલેમાં અમદાવાદમાં થયેલાં પ્લેન ક્રેશ જેવું જ એક કાર્ગો વિમાન ક્રેશ થયું. આ
અકસ્માતમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે ઓછામાં ઓછા 11 લોકો ઘાયલ થયા છે.ફેડરલ એવિએશન
ઓથોરિટી (FAA) અનુસાર, UPS ફ્લાઇટ 2976 એ મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટથી હવાઈના
હોનોલુલુમાં ડેનિયલ ઇનોયે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. FAA એ અહેવાલ આપ્યો છે
કે આ અકસ્માત સાંજે 5:15 વાગ્યે (સ્થાનિક સમય) થયો હતો. એરપોર્ટની દક્ષિણમાં ગાઢ ધુમાડો અને
જ્વાળાઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં તીવ્ર જ્વાળાઓ અને કાટમાળ જોવા
મળ્યો હતો.
પોલીસે એરપોર્ટની 8 કિમી ત્રિજ્યામાં રહેતા લોકોને ઘરની અંદર રહેવાનો આદેશ આપ્યો છે. એરપોર્ટને
અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે.લુઇસવિલે પોલીસ (LMPD)એ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે હજુ
પણ આગ અને કાટમાળ છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આગ 2010ની યુપીએસ ફ્લાઇટ 6ના
અકસ્માતની જેમ જ વિમાનમાં લિથિયમ બેટરીના કારણે લાગી હોઈ શકે છે. યુપીએસએ જણાવ્યું હતું કે
વિમાનમાં ત્રણ ક્રૂ સભ્યો હતા. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિની પુષ્ટિ થઈ નથી. વિમાનમાં આશરે
25,000 ગેલન (95,000 લિટર) જેટ ઇંધણ હતું, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. મેકડોનેલ
ડગ્લાસ MD-11 મોડેલનું વિમાન UPS વર્લ્ડપોર્ટ સુવિધા નજીક ક્રેશ થતાં એક વિશાળ અગ્નિના
ગોળામાં ફેરવાઈ ગયું હતું.






