પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સ્વાતથી તક્ષશિલા સુધીના વિસ્તારમાં ચાલી રહેલા
પુરાતત્વીય ઉત્ખનન દરમિયાન આઠ પ્રાચીન સ્થળો મળી આવ્યા છે. જેમાં સ્વાતના બારીકોટમાં આશરે
1,200 વર્ષ જૂના એક નાના મંદિરના અવશેષો પણ મળી આવ્યા છે. આ મંદિરના અવશેષો આ પ્રદેશના
સાંસ્કૃતિક અને સભ્યતા વારસાનો દુર્લભ પુરાવો છે. ઇટાલિયન પુરાતત્વવિદોએ ખૈબર પખ્તુનખ્વા
પુરાતત્વ નિયામકના સહયોગથી આ પ્રાચીન સ્થળો શોધી કાઢ્યા છે.





