દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં એક હૃદયદ્રાવક સડક અકસ્માતે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.
બુધવારે અરેક્વિપા પ્રાંતમાં ડબલ-ડેકર બસ પિકઅપ ટ્રક સાથે અથડાઈને 200 મીટર ઊંડી ખાઈમાં પડી
ગઈ, જેમાં 37 લોકોના મોત થયા અને 24 ઘાયલ થયા. આ ઘટના પેરુ-ચિલીને જોડતા પાનઅમેરિકન
હાઇવે પર બની હતી. ઉલ્લેખનીય છે પાછલા થોડા વર્ષોથી અહીં વિનાશક અકસ્માતોની સંખ્યામાં
નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે સુધીમાં 37 મૃતદેહો મળી આવ્યા છે. આ ઉપરાંત 24 લોકો ઘાયલ થયા
હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઘાયલ લોકોમાંથી કેટલાકની હાલત ગંભીર
હોવાથી મૃતકોની સંખ્યામાં વઘારો થઈ શકે છે. ઘટના સ્થળ બચાવ કામગીરી યથાવત્ છે, આ ઉપરાંત
બસને ખાઈમાંથી કાઠી લેવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
લામોસાસ કંપનીની આ ડબલ-ડેકર બસ મંગળવારે રાત્રે કારાવેલી પ્રાંતના ચાલા ગામથી નીકળી હતી
અને અરેક્વિપા – પેરુના બીજા સૌથી મોટા શહેર – તરફ જઈ રહી હતી. બસમાં બાળકો, વૃદ્ધો સહિત
60થી વધુ મુસાફરો સવાર હતા. એક તીવ્ર વળાંક પર પિકઅપ ટ્રક સાથે સીધી ટક્કર થતાં ડ્રાઈવરે બસ
પરનું નિયંત્રણ ગુમાવ્યું, જે બાદ ખાઈમાં પડી ગઈ.
સ્થાનિક મીડિયા અનુસાર, બચાવ કાર્યમાં જોડાએ ટીમે જણાવ્યું કે બસ ખાઈમાં ખાબકીને નદી પાસે પડી
હતી. ખાઈ ઊંડાઈ વધુ હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.






