Thursday, July 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું શટડાઉન આખરે સમાપ્ત

અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટા શટડાઉનમાં ૪૩ દિવસ ફંડ વગર રહી સરકાર : જાન્યુઆરીમાં નવું બજેટ પસાર કરવા માટે બંને પક્ષ વચ્ચે ફરી સંઘર્ષની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2025-11-13 12:04:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ઇતિહાસનું સૌથી લાંબુ ચાલેલું સરકારી શટડાઉન આખરે ૪૩ દિવસ બાદ સમાપ્ત થયુ છે.

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ખર્ચ બિલ પસાર કર્યું છે, જેનાથી ફંડના અભાવે ઠપ્પ પડેલી સરકારી

કામગીરી ફરી શરૂ થશે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 222-209 મતોથી આ ખર્ચ બિલ પસાર કર્યું હતું. હવે

આ બિલને અંતિમ મંજૂરી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે, જેના પર તેની મહોર

લાગતાં જ ઐતિહાસિક શટડાઉન સત્તાવાર રીતે સમાપ્ત થશે.

સ્પેન્ડિંગ બિલ પસાર કરવું ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી માટે પડકારજનક હતું. રિપબ્લિકન પાર્ટીને આ બિલ

પસાર કરવા માટે વિપક્ષી પાર્ટી, ડેમોક્રેટ્સના છ સાંસદોના મતોની જરૂર હતી. અંતે છ ડેમોક્રેટ્સે

રિપબ્લિકન-નેતૃત્વવાળા બિલને ટેકો આપ્યો અને તેની તરફેણમાં મતદાન કર્યું હતું, જેના કારણે બિલ

પસાર થઈ શક્યું. બંને પક્ષો વચ્ચે નીચેના મુદ્દાઓ પર સમજૂતી સધાઈ છે. જેમાં ટ્રમ્પ વહીવટીતંત્ર

શટડાઉન દરમિયાન છૂટા કરાયેલા તમામ સરકારી હાલ પૂરતું ભંડોળ મળતાં સરકારી કામગીરી

પુનઃસ્થાપિત થઈ છે, પરંતુ જાન્યુઆરીમાં નવું બજેટ પસાર કરવા માટે બંને પક્ષો વચ્ચે ફરી સંઘર્ષ

થવાની શક્યતા છે.કર્મચારીઓને ફરીથી નોકરી પર રાખશે. ફેડરલ કર્મચારીઓને તેમના બાકી પગારની

ખાતરી આપવામાં આવશે અને તેની ચૂકવણી કરવામાં આવશે. આ ખર્ચ બિલ જાન્યુઆરી સુધી સરકારને

ભંડોળ પૂરું પાડવા માટે રજૂ કરવામાં આવ્યું છે. જો કે, આ ડીલમાં મોટાભાગના ડેમોક્રેટ્સની મુખ્ય

માંગણી, એટલે કે ગેરંટીકૃત આરોગ્ય વીમા સબસિડીનો વધારો, સામેલ નથી. ડેમોક્રેટિક પાર્ટી આ માંગ

પર ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં જ્યારે ટેક્સ ક્રેડિટ પર મતદાન થશે ત્યારે ફરીથી ભાર મૂકશે.

યુએસમાં શટડાઉન ત્યારે થાય છે જ્યારે યુએસ સંસદ (કોંગ્રેસ) સરકારી વિભાગો ચલાવવા માટે બજેટ

અથવા ભંડોળ બિલ સમયસર પસાર કરવામાં નિષ્ફળ જાય છે. પહેલી ઓક્ટોબરના રોજ નિર્ધારિત

નિયમિત બજેટ પસાર ન થતાં ભંડોળના અભાવે સરકારી કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

Tags: shutdown closeUSA
Previous Post

મૃત્યુનોંધ 12-11-25

Next Post

દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા 37ના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા
તાજા સમાચાર

ભોપાલમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન; 2 હજારથી વધારે ખેડૂતો રસ્તા પર ઉતર્યા

July 29, 2026
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!
તાજા સમાચાર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠકથી રાજકીય વર્તુળોમાં ચર્ચા!

July 29, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ
આંતરરાષ્ટ્રીય

કોમનવેલ્થ ગેમ્સમાં 2 ગોલ્ડ સાથે ભારતના 12 મેડલ

July 29, 2026
Next Post
દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા 37ના મોત

દક્ષિણ અમેરિકાના પેરુમાં ભયાનક અકસ્માત: ડબલ-ડેકર બસ ઊંડી ખાઈમાં ખાબકતા 37ના મોત

આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો

આતંકી ઉમરે જ દિલ્હી કાર બ્લાસ્ટને અંજામ આપ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.