અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગજબનાક યુ-ટર્ન માર્યો છે. તેમણે આશ્ચર્યજનક રીતે એચ-૧બી વિઝા કાર્યક્રમનો
બચાવ કર્યો છે. તેમનું કહેવું છે કે તેના કારણે આખા વિશ્વની પ્રતિભા અમેરિકામાં આવે છે. ટ્રમ્પના
મોઢેથી આ વાત સાંભળીને આખા અમેરિકાએ જ નહીં સમગ્ર વિશ્વએ આશ્ચર્યની લાગણી અનુભવી છે.
ગેરકાયદે વસાહતીઓ પાછળ પડી જનારા ટ્રમ્પ આવું બોલે તેવી કોઈને કલ્પના પણ ન હતી.
તેમા પણ ટ્રમ્પે એચ-૧બી વિઝા પ જે રીતે બરોબરની ધડબડાટી બોલાવી છે તે જોતાં તો તો એમ જ
લાગે કે ટ્રમ્પ એચ-વનબી વિઝાને જાણે કે ખતમ જ કરી નાખશે. તેમણે તેની ફી પણ એક લાખ ડોલર
કરી નાખી છે, જેથી કંપનીઓ પોતે પણ તેને સ્પોન્સર કરતાં ખચકાય. આ ઉપરાંત તાજેતરમાં જ
એચ-વનબી વિઝાના ૧૭૫ કેસમાં દૂરુપયોગની શંકાએ તપાસના આદેશ આપ્યા છે. હવે આ જ ટ્રમ્પ
તેની તરફેણ કરે તો જાણે સૂરજ પૂર્વના બદલે પશ્ચિમમાં ઉગતો હોય તેવું લાગે છે. તેમણેે જણાવ્યું હતું
કે કોઈપણ વિદેશી રોકાણકાર કે કોઈ દેસ ૧૦ અબજ ડોલરનું જંગી રોકાણ કરતો પ્લાન્ટ સ્થાપે તો
આપણે કંઈ તેના માટે બેરોજગારીની લાઇનમાંથી ઊભેલા લોકોને રાતોરાતે મિસાઇલ બનાવવાની
ફેક્ટરીમાં શિફ્ટ ન કરી શકીએ. પાંચ વર્ષથી કશું જ કામ ન કરનારાઓ પાસે ફેક્ટરીમાં કઈ રીતે કામ કરી
શકાય. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિઝાનો ઉપયોગ વિદેશથી પ્રતિભાને લાવવા માટે જ થવો
જોઈએ, બીજા કશા માટે ન થવો જોઈએ. તેમણે ફોક્સ ન્યૂઝના ઇન્સ્ટાગ્રામ પર આપેલા ઇન્ટરવ્યુમાં
જણાવ્યું હતું કે એચ-૧બી વિઝાનો મુદ્દો તેમના વહીવટીતંત્ર માટે ટોચની અગ્રતા નથી, જો કોઈ અમેરિકન
કામદારોના વેતન વધારવા માંગતુ ન હોય તો તેના વિકલ્પ તરીકે વિદેશી કામદારો મોટી સંખ્યામાં
ગોઠવી દે તો તે નહીં ચાલે.






