ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં G7 બેઠક દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માર્કો
રુબિયો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ વેપાર, સપ્લાય ચેઇન, યુક્રેન યુદ્ધ, મધ્ય
પૂર્વની પરિસ્થિતિ અને ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી કે રુબિયોએ દિલ્હી કાર બ્લાસ્ટમાં થયેલી
જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ‘અમે દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને પુરવઠા શૃંખલાઓ
પર ચર્ચા કરી. અમે યુક્રેન કટોકટી, પશ્ચિમ એશિયા અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની પરિસ્થિતિ પર પણ
વિચારોનું આદાન-પ્રદાન કર્યું.’





