Monday, February 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી હુમલો ,આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો

બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (બીઆરજી) નામના જૂથે આ હુમલાની જવાબદારી લીધી

dharmendravaghela by dharmendravaghela
2025-11-17 12:02:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં રેલ્વે પર વારંવાર થતા હુમલાઓ વચ્ચે ફરી એક વખત જાફર એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી છે. આ વખતે ક્વોટાથી પેશાવર જતી આ ટ્રેન પર સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનાએ પાકિસ્તાની અધિકારીઓને ચિંતામાં મૂકી દીધા છે, કારણ કે આ પહેલા પણ આ ટ્રેન પર અનેક વખત હુમલા થયા છે.

આ વિસ્ફોટ સિબી જિલ્લાના નસીરાબાદ વિસ્તારમાં થયો હતો, જ્યાં આઈઈડીનો ઉપયોગ કરીને જાફર એક્સપ્રેસને નુકસાન પહોંચાડવામાં આવ્યું. પરિણામે ટ્રેનની અનેક બોગીઓ પાટા પરથી ખસી ગઈ અને રેલ્વે ટ્રેકને પણ મોટું નુકસાન થયું છે.

પાકિસ્તાની અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે હુમલા પછી તરત જ સુરક્ષા દળોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને. બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ (બીઆરજી) નામના જૂથે આ હુમલાની જવાબદારી લીધી છે. તેમના પ્રવક્તા દોસ્તૈન બલૂચે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે તેમના સ્વતંત્રતા સેનાનીઓએ રિમોટ કંટ્રોલથી આ વિસ્ફોટ કર્યો છે. તેઓએ દાવો કર્યો કે આમાં અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, પરંતુ પાકિસ્તાની અધિકારીઓએ કોઈ જાનહાનિની પુષ્ટિ કરી નથી. બીઆરજીએ કહ્યું કે બલૂચિસ્તાનની આઝાદી મળે ત્યાં સુધી આવા હુમલા ચાલુ રહેશે.

જાફર એક્સપ્રેસ પાકિસ્તાન રેલ્વેની મુખ્ય યાત્રી ટ્રેન છે, જે ક્વેટાથી પેશાવર વચ્ચે દરરોજ એક-એક ફેરો કરે છે. આ ટ્રેન રોહરી-ચમન અને કરાચી-પેશાવર રેલ્વે લાઇન પરથી પસાર થઈને 1,632 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં લગભગ 34 કલાક અને 10 મિનિટ લાગે છે. આ ટ્રેન પર અગાઉ પણ અનેક વખત હુમલા થયા છે, જેના કારણે આ વિસ્તારમાં સુરક્ષાના પગલાં વધારવાની જરૂર છે.

Tags: attack on jaffar expressied blastpakistan
Previous Post

Is Non-GamStop Casinos Safe and Legitimate?

Next Post

બાંગ્લાદેશમાં શેખ હસીના અંગે ચુકાદા પહેલા ઢાકામાં સિરિયલ બોમ્બ ધડાકા

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ કરવા વિચારણા

February 21, 2026
આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયામાં નરસંહાર યથાવત : ૫૦ લોકોની ઘાતકી હત્યા

February 21, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

મહેસાણા ઊંઝા હાઈવે પર કાર અકસ્માતમાં પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે મોત

February 21, 2026
Next Post
બાંગ્લાદેશમાં શેખ હસીના અંગે ચુકાદા પહેલા ઢાકામાં સિરિયલ બોમ્બ ધડાકા

બાંગ્લાદેશમાં શેખ હસીના અંગે ચુકાદા પહેલા ઢાકામાં સિરિયલ બોમ્બ ધડાકા

સાઉદી અરબમાં ગમખ્વાર અકસ્માતમાં 42 લોકોના મોત

સાઉદી અરબમાં ગમખ્વાર અકસ્માતમાં 42 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.