Saturday, March 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

આખરે ઇચ્છા પૂરી થઈ : અમેરિકન પ્રમુખને ફીફાએ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા

પુરસ્કારૃપે ટ્રમ્પને મળી તેમનું નામ લખેલી સોનાની ટ્રોફી

dharmendravaghela by dharmendravaghela
2025-12-06 11:57:24
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર તો નથી મળ્યો, પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફા(FIFA) દ્વારા શરૂ કરાયેલો પ્રથમ ‘ફીફા શાંતિ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરસ્કાર રમતગમત સિવાય વૈશ્વિક શાંતિમાં યોગદાન આપવા બદલ આપવામાં આવે છે અને ટ્રમ્પ તેના સૌપ્રથમ વિજેતા બન્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કાર પ્રત્યેનું આકર્ષણ જાણીતું છે અને ફીફાના આ નવા પુરસ્કારની શરૂઆત ટ્રમ્પને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ફીફાના વર્તમાન અધ્યક્ષ જિયાની ઇન્ફેન્ટિનો ટ્રમ્પના નજીકના માનવામાં આવે છે. જિયાનીએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે ગાઝા સંઘર્ષમાં યુદ્ધવિરામ કરાવવા બદલ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ.ફીફાના આગામી વિશ્વકપ માટેના એક કાર્યક્રમમાં જિયાની ઇન્ફેન્ટિનોએ અમેરિકન પ્રમુખનું સ્વાગત કર્યું અને તેમને આ પુરસ્કાર આપવાની જાહેરાત કરી. જિયાનીએ ટ્રમ્પને સંબોધતા કહ્યું, ‘આ તમારા માટે એક સુંદર મેડલ છે, જેને તમે જ્યાં ઇચ્છો ત્યાં પહેરી શકો છો. ટ્રમ્પે તાત્કાલિક આ મેડલ પોતાના ગળામાં પહેરી લીધુ હતું.
આ સાથે, ટ્રમ્પને એક પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું, જેમાં તેમને ‘દુનિયામાં શાંતિ અને એકતા વધારવામાં યોગદાન’ આપનાર ગણાવવામાં આવ્યા છે. તેમજ જિયાનીએ ટ્રમ્પને એક સોનાની ટ્રોફી પણ ભેટ આપી, જેના પર તેમનું નામ લખેલું હતું, અને કહ્યું, ‘તમે તમારા પ્રયત્નો અને સિદ્ધિઓ માટે આ શાંતિ પુરસ્કારને લાયક છો.’
ફીફા શાંતિ પુરસ્કાર મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ ઉત્સાહિત દેખાયા. તેમણે કહ્યું કે, ‘આ મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે.’ ટ્રમ્પે પોતાના પરિવાર, ખાસ કરીને પત્ની મેલાનિયાનો આભાર માન્યો. આ ઉપરાંત, તેમણે આગામી વિશ્વકપના યજમાન દેશો કેનેડા અને મેક્સિકોના નેતાઓની પ્રશંસા કરી અને કહ્યું કે આ સન્માન ત્રણેય દેશો માટે શ્રેષ્ઠ છે.

Tags: FIFApeace trophytrumpUSA
Previous Post

મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા રૂપિયા સહકારી બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

Next Post

પાંચ દિવસમાં ઇન્ડિગોની ૨૦૦૦ ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો અટવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં અમેરિકન સૈન્યનું ઇંધણ માટેનું વિમાન ક્રેશ થયું : પાંચ જવાનો હતા સામેલ

March 13, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

ઇંધણ કટોકટી નિવારવા અમુક દેશોને રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવા યુએસની મંજુરી

March 13, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સલામતીના દાવા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ઇરાનનો સંપૂર્ણ કંટ્રોલ

March 13, 2026
Next Post
ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત

પાંચ દિવસમાં ઇન્ડિગોની ૨૦૦૦ ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો અટવાયા

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ

અમેરિકામાં પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર પર પ્રતિબંધોની માંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.