Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ

વાહનોની ટક્કર બાદ બ્લાસ્ટ થતા લાગેલી આગમાં બે લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-12-15 12:08:06
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

આણંદના વાસદ-બોરસદ હાઈવે પર આવેલા અંબાવ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક

અને પીકઅપ વાન વચ્ચેની ભયાનક ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના કારણે બંને વાહનોમાં

ભીષણ આગ લાગી હતી, જેમાં 2 લોકોના જીવતા ભડથું થતાં કરુણ મોત નિપજ્યાં છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે પીકઅપ વાન રોડની વચ્ચે બગડી ગઈ હતી

અને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી

એક ટ્રક ધડાકાભેર પીકઅપ વાન સાથે અથડાઈ હતી, જેના કારણે મોટો બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ બાદ બંને

વાહનોમાં ગણતરીની મિનિટોમાં જ ભીષણ આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે

વાહનોમાં હાજર 2 લોકો આગમાં જીવતા ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત થયા

હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર

વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે

બળીને ખાખ થઈ ગયા હતા. અકસ્માત અને આગને કારણે વાસદ-બોરસદ હાઈવે પર થોડા સમય માટે

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે તાત્કાલિક દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો

હતો.
હાલ પોલીસે હાલમાં બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત

કયા સંજોગોમાં થયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Tags: accidentAnandblastvasad borsad highway
Previous Post

બિહારના મુઝફ્ફરપુરમાં પિતાનો પાંચ સંતાનો સાથે આત્મહત્યાનો પ્રયાસ

Next Post

Кракен Онион 2026: Вход на маркет через зеркало и обзор

dharmendravaghela

dharmendravaghela

Related News

સોનિયા ગાંધીની તબિયત લથડી
તાજા સમાચાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

March 25, 2026
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

March 25, 2026
તાજા સમાચાર

ટેક્સાસમાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર

March 25, 2026
Next Post

Кракен Онион 2026: Вход на маркет через зеркало и обзор

સીદસર ગામમાં રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગણી સાથે ગ્રામજનો દ્વારા ચક્કાજામ

સીદસર ગામમાં રોડ પર સ્પીડ બ્રેકર મુકવાની માંગણી સાથે ગ્રામજનો દ્વારા ચક્કાજામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.