Tuesday, February 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન જ આતંકવાદનું વૈશ્વિક હબ

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને સણસણતો જવાબ આપી ભાગલાવાદી એજન્ડાને ખુલ્લો પાડ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-12-16 12:11:11
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એકવાર ફરી પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ‘શાંતિ માટે નેતૃત્વ’ વિષય પર ખુલ્લી ચર્ચા દરમિયાન પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરને ‘વિવાદિત’ વિસ્તાર ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે પાકિસ્તાનના આ પાયાવિહોણા દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો હતો અને ભારપૂર્વક જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને તે ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. આ સાથે ભારતે પાકિસ્તાનને ‘આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર’ ગણાવીને તેના ભાગલાવાદી એજન્ડાને ખુલ્લો પાડ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પર્વતનેનીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન યુએનના પ્લેટફોર્મનો ઉપયોગ ભારત અને તેના લોકોને નુકસાન પહોંચાડવા અને પોતાના ભાગલાવાદી એજન્ડાને આગળ વધારવા માટે કરી રહ્યું છે.
રાજદૂત હરીશે ભારપૂર્વક જણાવ્યું: “જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. તેઓ પહેલા પણ હતા, આજે પણ છે અને હંમેશા રહેશે.” તેમણે ઉમેર્યું કે યુ.એન.એસ.સી.ના અસ્થાયી સભ્ય તરીકે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રની તમામ બેઠકો અને મંચોનો ઉપયોગ માત્ર પોતાનો ભાગલાવાદી એજન્ડા વધારવા માટે કરી રહ્યું છે, જેના કારણે તે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અને કર્તવ્યોને યોગ્ય રીતે નિભાવી શકે તેવી અપેક્ષા રાખી શકાય નહીં.
રાજદૂત હરીશે પાકિસ્તાન દ્વારા આતંકવાદને સતત સમર્થન આપવાના ઇતિહાસનો ઉલ્લેખ કરતાં સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના ભારતના નિર્ણયનો મજબૂત રીતે બચાવ કર્યો. તેમણે યાદ અપાવ્યું કે ભારતે ૬૫ વર્ષ પહેલા આ સંધિ સારા ઇરાદા અને મિત્રતાની ભાવનાથી કરી હતી. જોકે, પાકિસ્તાને ત્રણ યુદ્ધો અને હજારો આતંકવાદી હુમલાઓ કરીને વારંવાર આ સંધિની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે.
રાજદૂત હરીશે એપ્રિલ ૨૦૨૫માં થયેલા પહલગામ આતંકી હુમલાનો હવાલો આપ્યો, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ ૨૬ નિર્દોષ નાગરિકોની તેમની ધાર્મિક ઓળખના આધારે હત્યા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતે નિર્ણય લીધો છે કે સિંધુ જળ સંધિ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી “આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર” પાકિસ્તાન સરહદ પારથી અને અન્ય તમામ પ્રકારના આતંકવાદને સમર્થન આપવાનું સંપૂર્ણપણે અને કાયમી ધોરણે બંધ ન કરે.
ભારતે યુએનમાં આકરા શબ્દોમાં જણાવ્યું કે છેલ્લાં સાડા છ દાયકામાં પાકિસ્તાને આ સંધિની ભાવનાને તોડી નાખી છે, અને છેલ્લા ચાર દાયકામાં પાકિસ્તાન-પ્રાયોજિત આતંકવાદમાં હજારો ભારતીયોએ જીવ ગુમાવ્યા છે. પહલગામ હુમલા જેવી ઘટનાઓ સાબિત કરે છે કે પાકિસ્તાન સતત આતંકવાદને સમર્થન આપી રહ્યું છે. ભારતના કડક વલણથી સ્પષ્ટ છે કે તે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોઈ સમાધાન કરવા તૈયાર નથી અને પાકિસ્તાનના ભાગલાવાદી એજન્ડાને આંતરરાષ્ટ્રીય મંચો પર સફળ થવા દેશે નહીં.

Tags: harish parvathaneni slams pakistanUN
Previous Post

મથુરા : સાત બસ અને ત્રણ કાર વચ્ચે અકસ્માત બાદ વાહનો સળગતા ૬ મુસાફરોના મોત

Next Post

મેક્સિકોમાં ખાનગી વિમાન તૂટી પડતા સાત લોકોના મોત નીપજ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
મેક્સિકોમાં ખાનગી વિમાન તૂટી પડતા સાત લોકોના મોત નીપજ્યા

મેક્સિકોમાં ખાનગી વિમાન તૂટી પડતા સાત લોકોના મોત નીપજ્યા

ભાવનગરના વાસણ ઘાટની જૂથ અથડામણમાં એક જૂથના આરોપીઓ સાથે ઘટના સ્થળે તપાસ

ભાવનગરના વાસણ ઘાટની જૂથ અથડામણમાં એક જૂથના આરોપીઓ સાથે ઘટના સ્થળે તપાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.