નેધરલેન્ડમાં ક્રિસમસ પરેડ દરમિયાન પરેડ જોવા ઉભેલા લોકોની ભીડમાં એક કાર ઘુસી જતા ૦૯ લોકોને ઇજા થઈ હતી,જેમાં ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. આ અંગે ગેલ્ડરેન્ડ પોલીસે જણાવ્યું હતું આ ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ દુર્ઘટનાની જાણ થતા જ પોલીસ અને ઈમરજન્સી સેવાના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી શરુ કરી હતી.આ દુર્ઘટના એમ્સ્ટરડેમથી લગભગ 80 કિલોમીટર પૂર્વમાં આવેલા નનસ્પીટ શહેરમાં લોકો ક્રિસમસ લાઇટ્સથી શણગારેલા વાહનોની પરેડ જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના બાદ, એલબર્ગ શહેર વહીવટીતંત્રે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે પરેડ બંધ કરી દેવામાં આવી છે.
જયારે નનસ્પીટના મેયર જાન નાથન રોઝેન્ડાલે ઘટના પછી એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે નનસ્પીટની 56 વર્ષીય મહિલા ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે ગંભીર ટ્રાફિક અકસ્માતમાં મહિલાને અટકાયતમાં લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસના ભાગ રૂપે ઉપલબ્ધ વિડીયો ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.





