Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માઘ મેળાના પ્રથમ દિવસે જ સંગમમાં ઉમટ્યું આસ્થાનું ઘોડાપૂર

આજે ૨૫ થી ૩૦ લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે : માઘ મેળાના દોઢ મહિના દરમિયાન ૧૨ થી ૧૫ કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-01-03 12:13:37
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંગમ નગરી પ્રયાગરાજમાં માઘ મેળો 2026 શરૂઆત થતાં જ સંગમ તટ પર આસ્થાનો મહાકુંભ જોવા મળ્યો હતો. પોષી પૂનમના અવસર પર મુખ્ય સ્નાનની સાથે જ મેળાની શરૂઆત થઈ હતી. કડકડતી ઠંડી હોવા છતાં સંગમ ઘાટ પર શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. મેળા પ્રશાસનનું અનુમાન છે કે આજે 25 થી 30 લાખ શ્રદ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સૌને માઘ મેળાની શુભેચ્છાઓ પાઠવી હતી.
પૂર્ણિમા તિથિની શરૂઆત સવારે 4 વાગ્યાથી થઈ ગઈ છે. માઘ મેળામાં 75 વર્ષ પછી દુર્લભ શુભ સંયોગ બની રહ્યો છે. આજથી શ્રદ્ધાળુઓ કલ્પવાસનો સંકલ્પ લઈને તેની શરૂઆત કરશે. માઘ મેળામાં અંદાજે 20 થી 25 લાખ કલ્પવાસીઓ એક મહિના સુધી નિવાસ કરે છે. કલ્પવાસીઓની આ આખું મહિનો કઠિન તપસ્યા અને સાધના ચાલતી હોય છે.
માઘ મેળાના દોઢ મહિના દરમિયાન 12 થી 15 કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. શ્રદ્ધાળુઓની તાત્કાલિક સારવાર માટે 20-20 બેડની બે હોસ્પિટલો બનાવવામાં આવી છે. આ ઉપરાંત 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બે હેલ્થ સેન્ટર, એક વેક્ટર કંટ્રોલ યુનિટ, 5 આયુર્વેદિક અને 5 હોમિયોપેથિક હોસ્પિટલો પણ મેળામાં ખોલવામાં આવી છે. મેળામાં 50 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
મેળામાં 25 હજાર શૌચાલય, 8 હજાર ડસ્ટબિન, 10 લાખથી વધુ લાઇનર બેગ અને 30 સક્શન ગાડીઓ લગાવવામાં આવી છે. ત્રણ હજાર સફાઈ કામદારો તૈનાત છે. શ્રદ્ધાળુઓ માટે 42 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
મેળા વિસ્તારમાં 17 પોલીસ સ્ટેશન, 42 ચોકીઓ, 20 ફાયર ટેન્ડર, 7 અગ્નિશમન ચોકી, 20 ફાયર વોચ ટાવર, એક જલ પોલીસ સ્ટેશન અને એક કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યો છે. 8 કિમી લાંબી ડીપ વોટર બેરિકેડિંગ પણ બનાવવામાં આવી છે. સીસીટીવી કેમેરા અને AI યુક્ત 400 કેમેરા દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ, ક્રાઉડ ડેન્સિટી એનાલિસિસ અને ઇન્સિડન્ટ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પરિવહન નિગમની 3800 બસો સેવામાં છે.

Tags: magh mela startsprayagraj
Previous Post

અમેરિકામાં આતંકી હુમલાનું કાવતરું : ISIS નો આતંકી ઝડપાયો

Next Post

કેન્દ્ર સરકારે એક્સને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
કેન્દ્ર સરકારે એક્સને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

કેન્દ્ર સરકારે એક્સને Grok AIમાંથી અશ્લીલ સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો

ભાવનગરમાં ક્રેસન્ટ સર્કલ નજીક મુકવામાં આવેલ જાહેરાતનું હોર્ડિંગ્સ નીચે પડ્યું

ભાવનગરમાં ક્રેસન્ટ સર્કલ નજીક મુકવામાં આવેલ જાહેરાતનું હોર્ડિંગ્સ નીચે પડ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.