દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનએ બુધવારે વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન પાસે, તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આશરે 17 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશ બાદ MCD દ્વારા દબાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દબાણ હટાવવા માટે રાતથી જ બુલડોઝર આવી ગયા હતા. કેટલાક લોકો કામમાં અડચણ પેદા કરશે તેનો અંદાજ હોવાથી તૈયારી સાથે તંત્ર આવ્યું હતું. સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ બુધવારે વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન પાસે, તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આશરે 17 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશ બાદ MCD દ્વારા દબાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દબાણ હટાવવા માટે રાતથી જ બુલડોઝર આવી ગયા હતા. કેટલાક લોકો કામમાં અડચણ પેદા કરશે તેનો અંદાજ હોવાથી તૈયારી સાથે તંત્ર આવ્યું હતું. સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.






