Saturday, February 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો યથાવત : ત્રણ સપ્તાહમાં હત્યાની આઠમી ઘટના

dharmendravaghela by dharmendravaghela
2026-01-13 12:49:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી

એકવાર અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ હિન્દુ યુવકની કરપીણ હત્યા કરવામાં

આવી છે. છેલ્લા 25 દિવસમાં હિન્દુઓની હત્યાની આ 8મી ઘટના છે, જે દર્શાવે છે કે ત્યાં લઘુમતીઓની

સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ પરિવારોમાં ભારે ડર

અને રોષનો માહોલ પેદા કર્યો છે.
આ ઘટના ફેગુઆના દાગનભુઆ વિસ્તારની છે, જ્યાં 28 વર્ષીય સમીર દાસ નામના યુવકને નિશાન

બનાવવામાં આવ્યો હતો. સમીર બેટરી રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

રવિવારે રાત્રે જ્યારે તે ઘરે ન પહોંચ્યો ત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મોડી રાત્રે તેનો

લોહીલુહાણ દેહ દક્ષિણ કરીમપુર વિસ્તારમાંથી મળી આવ્યો હતો. હુમલાખોરો સમીરને ઢોર માર મારી

તેની રિક્ષા લૂંટીને ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, સમીર કુમાર દાસની હત્યા 11 જાન્યુઆરીની સાંજે કરવામાં આવી

હતી. થાણા પ્રભારી ફૈયાઝુલ અઝીમ નોમાનના કહેવા પ્રમાણે, આ હત્યા પાછળ કોઈ ઊંડું ષડયંત્ર

હોવાની પણ શક્યતા છે. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હાલમાં આરોપીઓને પકડવા માટે

ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

છે અને પોલીસ લૂંટ સિવાયના અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.

સમીર દાસ તેના પરિવારનો મોટો પુત્ર હતો અને આખા ઘરની જવાબદારી તેના પર હતી. કાર્તિક કુમાર

દાસ અને રીના રાણી દાસના પુત્ર સમીરની હત્યાથી તેના માતા-પિતા અને પત્ની-બાળકો પર આભ તૂટી

પડ્યું છે. સામાન્ય રીતે શાંત ગણાતા રામાનંદપુર ગામમાં આ ઘટનાને પગલે લોકોમાં સુરક્ષા અંગે પ્રશ્નો

ઉઠી રહ્યા છે. એક તરફ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે, તો બીજી તરફ લઘુમતી સમુદાયના લોકો

પોતાની જિંદગીને લઈને અસુરક્ષિત અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુઓ વિરુદ્ધ હિંસા, ધમકીઓ અને અત્યાચારના

કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ગુનેગારો સામે કડક

કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. ન્યાય મળવામાં થતા વિલંબને કારણે ગુનેગારો

બેફામ બન્યા છે, જેના કારણે લઘુમતી સમુદાયમાં અવિશ્વાસ અને ભયની લાગણી ઊંડી થઈ રહી છે.

Tags: Bangladeshhindu auto driver murder
Previous Post

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

Next Post

ભાવનગરના હિમાલયા સ્કાય ફ્લેટમાંથી રૂ।.૪ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ભાવનગરના હિમાલયા સ્કાય ફ્લેટમાંથી રૂ।.૪ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી

ભાવનગરના હિમાલયા સ્કાય ફ્લેટમાંથી રૂ।.૪ લાખ ૮૦ હજારની મત્તાની ચોરી

પાનવાડી વિકાસ સમિતિ ભાવનગર દ્વારા બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી

પાનવાડી વિકાસ સમિતિ ભાવનગર દ્વારા બાળકો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.