વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વોટર લિસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે. ખાસ કરી સીએમ મમતા બેનર્જી પણ આ મામલે મેદાને ઉતર્યાં છે. આ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બંનેર્જીએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મમતાએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર ગંભીર પ્રહારો પણ કર્યાં છે. મમતા બેનર્જીએ ચૂંટણી આયોગ પર ભાજપના ઇશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે મામલો વધારે ઉગ્ર બન્યો છે.
મળતી વિગતો પ્રમાણે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવા મમતા બેનર્જી સાથે ટીએમસીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી, પાર્ટીના ધારાસભ્ય કલ્યાણ બેનર્જી અને અન્ય લોકો ઓફિસ પહોંચ્યા હતા. આ લોકોએ ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી કમિશનરને મળ્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી? ચૂંટણીવાળા રાજ્યોને છોડી શકાય? આસામમાં ભાજપ સરકાર છે, ત્યાં SIRની પ્રક્રિયા કેમ શરૂ કરવામાં આવી નથી. એટલે મમતા બેનર્જીએ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઈશારે પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, એસઆઈઆરની કામગીરી દરમિયાન પશ્ચિમ બંગાળમાં 150 લોકોના મોત થયા. આટલા લોકોના મોતની જવાબદારી ચૂંટણી પંચની છે. તમારી પાસે ભાજપની તાકાત છે, અમારી પાસે જનતાની તાકાત છે. અમારી સાથે ખરાબ વર્તન થયું. આવું અહંકારી ચૂંટણી પંચ મેં ક્યારેય જોયું નથી’. મૂળ વાત એ છે કે, પ્રતિદિન એસઆઈઆરનો વિવાદ વધી રહ્યો છે. મમતા સરકાર પણ આનો ભરપૂર વિરોધ કરી રહી છે.
