Saturday, March 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

અમેરિકાએ ભારત સાથેના વેપાર કરારમાં કર્યો મહત્વપૂર્ણ સુધારો : કરારમાં ખરીદીની પ્રતિબદ્ધતાના સ્થાને ખરીદીનો હેતુ શબ્દ ઉમેર્યો

dharmendravaghela by dharmendravaghela
2026-02-11 12:11:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલમાં અમેરિકાએ મહત્વનો સુધારો કર્યો છે,આ નવા સુધારાથી

ભારતને મોટી રાહત મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ડીલને લઈને જાહેરાત કર્યા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર

પર સાઈન કરી લીધી છે. આ મામલે જાહેર કરાયેલી ફેક્ટશીટમાં અમેરિકાએ એક દિવસ પહેલા

મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે, જે ભારત માટે ફાયદાકારક છે. સૌથી મોટો મુદ્દો એ છે કે, આ ડીલ હેઠળ

ભારત દ્વારા 500 અબજ ડોલરના મૂલ્યના યુએસ માલની ખરીદીને પ્રતિબદ્ધતાથી બદલીને ઇરાદા અથવા

યોજનામાં ફેરવવામાં આવી છે. આનો મતલબ એ થયો કે ભારત હવે શરત માટે બંધાયેલું નથી.આ

માત્ર યોજનાનો એક ભાગ જ ગણાશે.

વ્હાઈટ હાઉસ દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટ જાહેર કર્યાના એક દિવસ પછી ડીલની શરતો અને

શબ્દોમાં સુધારો કર્યો છે. જેમાં ભારત દ્વારા 500 અજ અમેરિકન ડોલરથી વધુના કિંમતના યુએસ

ઉત્પાદનો ખરીદવાની શરત પહેલા ‘પ્રતિબદ્ધ’ તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દ બદલીને

‘ખરીદી કરવાનો હેતુ’માં કરવામાં આવ્યો છે, જેના કારણે આ ડીલ ભારત માટે વધુ રાહતકારક છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલનું માળખું જાહેર કર્યા પછી, વ્હાઇટ હાઉસે મંગળવારે એક ફેક્ટશીટ બહાર પાડી

હતી. જેમાં ટ્રેડ ડીલની મુખ્ય શરતો પ્રકાશિત કરવામાં આવી હતી. તેમાં જણાવાયું હતું કે, ભારત તમામ

યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે

અથવા ઘટાડશે.

આ સાથે તેમાં કહેવામાં આવ્યું કે, ભારતે અમેરિકન પ્રોડક્ટ્સ ખરીદવા અને 500 અબજ ડોલરથી વધુ

અમેરિકન ઉર્જા, આઈટી, કૃષિ, કોલસો સહિતના અન્ય ઉત્પાદનો ખરીદવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે.

આમ હવે આ શરતને બદલવામાં આવી છે. યુએસ વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી

મુજબ, અમેરિકાએ વધુ એક મોટો સુધારો કર્યો છે જે ભારત માટે રાહત સમાન છે. જેમાં ડીલ હેઠળ લાગુ

પ્રોડક્ટ્સ કેટેગરીમાંથી કૃષિ શબ્દેને હટાવાયો છે. જ્યારે કેટલીક વસ્તુઓમાં કઠોળનો પણ સમાવેશ થાય

છે, જેને ‘ટ્રાફિક કટ’ લિસ્ટ માંથી દૂર કરી દેવાયા છે.

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે, ભારત તમામ યુએસ

ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની બહોળી રેન્જ પરના ટેરિફને દૂર કરશે અથવા

ઘટાડશે. જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ, લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, ચોક્કસ કઠોળ,

સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

Tags: indiatradeUSA
Previous Post

કેનેડામાં શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ૯ લોકોના મોત

Next Post

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

Dive into SushiSwap: The Leading DEX for Traders

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.