Thursday, February 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ : સુપ્રીમ કોર્ટ

હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીની ગવર્નિંગ બોડી દ્વારા પોતાના જ સભ્યો અને કર્મચારીઓને કરવામાં આવેલી ફ્લેટની ફાળવણી સુપ્રીમ કોર્ટે રદ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-02-19 11:38:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ

અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે જોડાયેલા લોકો આવું કૃત્ય

કરે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીની

ગવર્નિંગ બોડી દ્વારા પોતાના જ સભ્યો અને કર્મચારીઓને કરવામાં આવેલી ફ્લેટની ફાળવણી રદ કરતા

આ આકરી ટિપ્પણી કરી હતી.

કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશને ફગાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે ફાળવણી

પ્રક્રિયામાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ગવર્નિંગ બોડીના અધિકારીઓએ

પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જે લોકશાહી માટે એક

અભિશાપ સમાન છે. હરિયાણા શહેરી વિકાસ સત્તામંડળ(HUDA)અને સંબંધિત સંસ્થા અર્બન એસ્ટેટ

અને ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ એમ્પ્લોઈઝ વેલફેર ઓર્ગેનાઈઝેશનના સભ્ય દિનેશ કુમારે બે હાઈ-એન્ડ

સુપર ડીલક્સ ફ્લેટની ફાળવણીમાં થયેલા પક્ષપાત સામે અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તપાસમાં જાણ્યું

કે અપીલકર્તા દિનેશ કુમાર જાહેરાત મુજબની તમામ શરતો, જેમ કે ડેપ્યુટેશન પિરિયડ અને મૂળ

પગારના માપદંડો પૂર્ણ કરતા હોવા છતાં તેમને અન્યાય કરવામાં આવ્યો હતો. આ ગેરરીતિ બદલ કોર્ટે

HUDA પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય પ્રતિવાદીઓ બી.બી. ગુપ્તા પર 50,000

રૂપિયા અને પુરન ચંદ પર 25,000 રૂપિયાનો દંડ લગાવ્યો છે.ચુકાદા મુજબ, HUDA એ અપીલકર્તા

દિનેશ કુમારને કાનૂની લડાઈના ખર્ચ પેટે 50,000 રૂપિયા ચૂકવવા પડશે. દંડની બાકીની રકમ સુપ્રીમ

કોર્ટના લીગલ સર્વિસીસ ઓથોરિટી પાસે જમા કરાવવાની રહેશે. કોર્ટે આદેશ આપ્યો છે કે ફ્લેટની

ફાળવણી માટે જમા કરાયેલી રકમ બંને ફાળવણીદારોને એક મહિનામાં પરત કરી દેવી અને રકમ પરત

મળ્યાના એક મહિનાની અંદર ફાળવણીદારોએ ફ્લેટ ખાલી કરવા પડશે. આ ચુકાદો સરકારી સંસ્થાઓમાં

પારદર્શિતા જાળવવા અને પદના દુરુપયોગ સામે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે.

Tags: hariyanahousing society plot judgementindiasupreme court
Previous Post

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે હિમાસખલનની ઘટનામાં આઠ લોકોના મોત

Next Post

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દિલ્હીમાં 250,000 લોકોએ AI પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ બનાવ્યો

February 19, 2026
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

અમેરિકા પાસેથી ભારત ૪૧ લાખ કરોડની કિંમતના સામાનની ખરીદી કરશે

February 19, 2026
એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત
તાજા સમાચાર

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

February 19, 2026
Next Post
તેહરાન પરના કોઈપણ હુમલાને પૂર્ણ યુદ્ધ ગણવામાં આવશે : ઈરાન

પરમાણુ કરાર વાટાઘાટો નિષ્ફળ જશે તો ઈરાન સામે યુદ્ધ નક્કી

એલિસી પેલેસમાં મોદીનું મેક્રોને કર્યું ભવ્ય સ્વાગત

ભારત અને ફ્રાન્સ હવે કોઈ પણ એક દેશના પ્રભુત્વ સામે ઝૂકવા તૈયાર નથી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.