Tuesday, February 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

મધ્યપ્રદેશની વિવાદિત મસ્જિદ અંગે એએસઆઈ દ્વારા કરવામાં આવેલ સર્વેનો રિપોર્ટ કોર્ટને સોંપવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-02-24 11:31:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક ભોજશાળા સંકુલ અંગે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પોતાનો મહત્વપૂર્ણ અહેવાલ ઇન્દોર હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. વૈજ્ઞાનિક તપાસ, ખોદકામ અને શિલ્પોના વિશ્લેષણના આધારે એએસઆઈ એ તારણ કાઢ્યું છે કે કમલ મૌલા મસ્જિદનું નિર્માણ પ્રાચીન મંદિરના ભાગોનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હાલનું માળખું ઉતાવળે બનાવવામાં આવ્યું હતું, જે મંદિર તોડીને તે જ સામગ્રીના ઉપયોગથી બાંધવામાં આવ્યું હોવાનો સંકેત આપે છે.

98 દિવસ સુધી ચાલેલા આ સર્વે દરમિયાન ટીમને કુલ 94 શિલ્પો અને તેના અવશેષો મળી આવ્યા હતા. જેમાં ગણેશ, બ્રહ્મા, નરસિંહ અને ભૈરવ જેવા હિન્દુ દેવી-દેવતાઓની કોતરણીવાળી મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિંહ, હાથી, ઘોડો અને હંસ જેવા પ્રાણીઓના શિલ્પો તેમજ સ્તંભો અને બારીઓ પર પરંપરાગત હિન્દુ સ્થાપત્ય શૈલીના ‘કીર્તિમુખ’ જોવા મળ્યા છે. 2000 પાનાના આ વિગતવાર અહેવાલમાં સંકેત આપવામાં આવ્યો છે કે આ સ્થાન મૂળભૂત રીતે મા સરસ્વતીને સમર્પિત એક વિશાળ મંદિર હોઈ શકે છે.આ અહેવાલ સામે આવ્યા બાદ હિન્દુ પક્ષના અરજીકર્તાઓએ તેને આવકાર્યો હતો. હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસના ઉપાધ્યક્ષ આશિષ ગોયલે જણાવ્યું હતું કે, આ સર્વે સાબિત કરે છે કે સમગ્ર માળખું પરમાર વંશના રાજા ભોજ અને તેમના પૂર્વજો દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે આશરે 950 થી 1000 વર્ષ જૂનું છે.

સોમવારે આ મામલે સુનાવણી કરતા જસ્ટિસ વિજય કુમાર શુક્લા અને જસ્ટિસ આલોક અવસ્થીની બેંચે આદેશ આપ્યો હતો કે, રિપોર્ટની નકલ તમામ પક્ષોને પૂરી પાડવામાં આવે. અદાલતે તમામ પક્ષકારોને આ અહેવાલ પર વાંધા, સૂચનો અને ભલામણો રજૂ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 16 માર્ચના રોજ નિર્ધારિત કરવામાં આવી છે, જે ભોજશાળાના ભાવિ ધાર્મિક સ્વરૂપને નક્કી કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

Tags: asi survwybhojshaladharMP
Previous Post

દિલ્હીની એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન મામલે યુથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ

Next Post

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

February 24, 2026
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ
તાજા સમાચાર

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

February 24, 2026
તાજા સમાચાર

દિલ્હીની એઆઈ સમિટમાં વિરોધ પ્રદર્શન મામલે યુથ કોંગ્રેસના પ્રમુખની ધરપકડ

February 24, 2026
Next Post
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.