Wednesday, February 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ભરીને ચીન જઈ રહેલું જહાજ અમેરિકાએ જપ્ત કર્યું

હિન્દ મહાસાગરમાં અમેરિકન સૈન્યએ મોટી કાર્યવાહી કરી ત્રીજું જહાજ જપ્ત કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-02-25 11:37:51
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકી સેનાએ હિંદ મહાસાગરમાં પ્રતિબંધિત તેલ ટેન્કરો વિરુદ્ધ પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે. કેરેબિયન સમુદ્રથી શરૂ થયેલો પીછો હિંદ મહાસાગર સુધી પહોંચ્યો હતો, જ્યાં ‘બર્થા’ નામનું ત્રીજું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે. આ જહાજ વેનેઝુએલાથી ભારે ક્રૂડ ઓઇલ લઈને ચીન જઈ રહ્યું હતું અને ઈરાન સાથે જોડાયેલા અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. પેન્ટાગોને તેને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ત્રીજી સફળ જપ્તી ગણાવી છે. જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કડક નીતિનો એક ભાગ છે.

પેન્ટાગોન અનુસાર, અમેરિકી સૈન્ય દળોએ કેરેબિયન સમુદ્રથી પીછો કર્યા બાદ હિંદ મહાસાગરમાં આ પ્રતિબંધિત ટેન્કરને પકડ્યું છે. ગયા મહિને કારાકસમાં સૈન્ય દરોડામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, વોશિંગ્ટને તે જહાજો પર નાકાબંધી અને કડકાઈ વધારી દીધી છે. જે પ્રતિબંધો હેઠળ વેનેઝુએલાથી તેલની હેરફેર કરી રહ્યા છે.અમેરિકી સંરક્ષણ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે, સુરક્ષા દળોએ રાતોરાત ‘બર્થા’ જહાજ પર ચઢાઈ કરી હતી. આ જહાજ કુક આઇલેન્ડ્સના ધ્વજ હેઠળ ચાલતું હતું અને શાંઘાઈ લિજેન્ડરી શિપ મેનેજમેન્ટ કંપની લિમિટેડ સાથે જોડાયેલું છે. તે જાન્યુઆરી 2020 માં લાદવામાં આવેલા પ્રતિબંધોના દાયરામાં આવે છે.
વેનેઝુએલાની સરકારી કંપનીના રિપોર્ટ મુજબ, આ જહાજ લગભગ 19 લાખ બેરલ ‘મેરેય’ ભારે અશુદ્ધ તેલ ચીન લઈ જઈ રહ્યું હતું.
પેન્ટાગોને વધુમાં જણાવ્યું હતું કે, કુલ ત્રણ જહાજો ભાગી રહ્યા હતા અને હવે ત્રણેયને પકડી લેવામાં આવ્યા છે. ‘બર્થા’ જાન્યુઆરીની શરૂઆતમાં વેનેઝુએલાના દરિયાકાંઠેથી રવાના થયું હતું અને તે તેવા કાફલાનો ભાગ હતું જેને અમેરિકાએ લગભગ સંપૂર્ણપણે જપ્ત કરી લીધો છે.
મરીનટ્રાફિકના ડેટા મુજબ, જહાજનું અંતિમ લોકેશન 24 ફેબ્રુઆરીએ માલદીવના તટ પાસે હિંદ મહાસાગરમાં નોંધાયું હતું. પેન્ટાગોને લખ્યું કે ઇન્ડો-પેસિફિક કમાન્ડ એ કોઈ પણ મોટી ઘટના વિના આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ જહાજ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કેરેબિયન સમુદ્રમાં પ્રતિબંધિત જહાજો માટે સ્થાપિત ક્વોરેન્ટાઇનના નિયમોનું ઉલ્લંઘન કરીને બચવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

Tags: cruide tanker japtUSA
Previous Post

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે યુએનના પ્રસ્તાવને મોટા ભાગના દેશોનું સમર્થન

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ માટે યુએનના પ્રસ્તાવને મોટા ભાગના દેશોનું સમર્થન

February 25, 2026
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટ અને અંધાધૂંધ ફાયરિંગમાં ૧૧નાં મોત

February 25, 2026
કડાણામાં બનશે રાજ્યનો પ્રથમ ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ
આંતરરાષ્ટ્રીય

ભારતમાંથી આયાત થતા સોલાર મોડ્યુલ પર અમેરિકા વસુલશે ૧૨૬ ટકા ડ્યુટી

February 25, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.