Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા

dharmendravaghela by dharmendravaghela
2026-02-27 11:54:40
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ રિંકુ ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે મેદાન પર પરસેવો પાડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે.રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહ છેલ્લા કેટલાક સમયથી ચોથા સ્ટેજના લિવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમને મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી પણ ચાલી રહી હતી, પરંતુ તમામ પ્રયત્નો છતાં ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા.

રિંકુ સિંહ માટે આ સમય માનસિક રીતે ખૂબ જ પડકારજનક રહ્યો છે. સાઉથ આફ્રિકા સામેની હાર બાદ જ્યારે ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી ત્યારે પિતાની ગંભીર હાલતના સમાચાર મળતા જ રિંકુ તાત્કાલિક ટીમ છોડીને પિતા પાસે પહોંચ્યો હતો. જોકે, ઝિમ્બાબ્વે સામેના મહત્વના મેચ પહેલા તે ફરી ટીમ સાથે જોડાયો હતો, પરંતુ તેને પ્લેઈંગ-11 માં સ્થાન મળ્યું નહોતું. 26 ફેબ્રુઆરીએ ભારતે આ મેચ જીતી લીધો હતો, પરંતુ રિંકુ માટે આ જીતનો આનંદ પિતાના અવસાનના દુઃખમાં ફેરવાઈ ગયો છે. પિતાના નિધનને પગલે રિંકુ સિંહ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પરત ફરશે. ભારતનો આગામી અને નિર્ણાયક મેચ 1 માર્ચે વેસ્ટ ઈન્ડિઝ સામે કોલકાતામાં રમાવાનો છે. હવે જોવાનું એ રહેશે કે રિંકુ આ આઘાતમાંથી બહાર આવીને આ મહત્વના મેચ પહેલા ટીમ સાથે જોડાઈ શકે છે કે નહીં.

Tags: indianoidarinkusingh's father die
Previous Post

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

Next Post

ભાવનગરની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ દ્વારા તપાસ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
જાપાનના વિજ્ઞાનીઓની ચેતવણી: દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાશે
તાજા સમાચાર

રાજસ્થાનમાં શાળાના મેદાનમાં રમતી બાળકીનું કાર્ડિયાક એરેસ્ટ થી મોત

February 27, 2026
Next Post

ભાવનગરની પાસપોર્ટ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ દ્વારા તપાસ

ભાવનગરના માલણકા ગામના યુવાનની પ્રેમ પ્રકરણ મામલે હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.