ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં અનેક રેકોર્ડ નોંધાયા છે. મેચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 255
રન નોંધાવ્યા છે, જે ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર છે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં
ટોચના ત્રણ બેટરોએ ફિફ્ટી ફટકારી હોય, તેવું ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર બન્યું છે. અન્ય રેકોર્ડની વાત
કરીએ તો એક જ ઓવરમાં ત્રણ વિકેટ પડી હોય તેવું પણ પહેલીવાર બન્યું છે.
ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે 255 રન નોંધાવ્યો છે, જે અત્યાર
સુધીની ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સૌથી મોટો સ્કોર છે. અત્યાર સુધી કોઈપણ ટીમ આટલો મોટો સ્કોર
નોંધાવી શકી નથી.
મેચમાં સંજૂ સેમસને 46 બોલમાં 5 ફોર અને 8 સિક્સ ફટકારીને 89 રન, અભિષેક શર્માએ 21 બોલમાં 6
ફોર અને 3 સિક્સ ફટકારી 52 રન જ્યારે ઈશાન કિશને 25 બોલમાં 4 ફોર અને 4 સિક્સ ફટકારી 54 રન
નોંધાવ્યા છે, ત્યારે ટી20 વર્લ્ડકપ ઈતિહાસમાં અત્યાર સુધી કોઈપણ ટીમના ટોચના ત્રણ બેટરોએ બેટર
ફટકારી શક્યા નથી. હવે આ રેકોર્ડ ભારતના નામે નોંધાયો છે.
ભારત-ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચમાં એક જ ઓવરમાં ત્રણ વિકેટ પડી છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલ
મેચના રેકોર્ડ મુજબ અત્યાર સુધી કોઈપણ ટીમના ખેલાડીએ એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી નથી, ત્યારે
ન્યૂઝીલેન્ડના બોલર જેમ્સ નીશમે એક ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને આ કારનામું કરી બતાવ્યું છે. નીશમે
15 ઓવરમાં સંજૂ સેમસન, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવને આઉટ કર્યા છે.
અભિષેક શર્મા અને સંજૂ સેમસને 98 રનની ભાગીદારી કરી છે, જે ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચના
ઈતિહાસમાં કોઈપણ આટલી મોટી ભાગીદારી કરી શક્યું નથી. અગાઉ કામરાન અકમલ અને શાહજાએબ
હસને 2009માં શ્રીલંકુ વિરુદ્ધ 48 રનની ભાગીદારી કરી હતી.
ફાઈનલ મેચમાં ઓપનિંગમાં આવેલા સંજૂ સેમસન અને અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી, જેના
કારણે પાવરપ્લે એટલે છ ઓવરમાં સૌથી વધુ 92 રન ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. અગાઉ 2024માં
વેસ્ટ ઈન્ડિઝની ટીમે અફઘાનિસ્તાન વિરુદ્ધ પાવરપ્લેમાં એક વિકેટે 92 રન નોંધાવ્યા હતા.


