Tuesday, March 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાન પાસેથી ૪૫૦ કિલો યુરેનિયમ જપ્ત કરવા ટ્રમ્પની યોજના

ઇરાનને પરમાણુ કાર્યક્રમ કરતું રોકવા અમેરિકાની ગ્રાઉન્ડ ઑપરેશન હાથ ધરવા તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-03-31 12:02:45
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા હવે એક અત્યંત જટિલ અને જોખમી સૈન્ય મિશન પર વિચાર કરી રહ્યું હોય તેમ જણાય છે. મીડિયા અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ક્રિય કરવા માટે તેના સંવર્ધિત યુરેનિયમ ભંડારને જપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ બોમ્બ બનાવતા રોકવાનો છે, જે આધુનિક યુગનું સૌથી ખતરનાક ગ્રાઉન્ડ ઓપરેશન સાબિત થઈ શકે છે.

અહેવાલ અનુસાર, ઈરાન પાસે હાલમાં આશરે 450 કિલોગ્રામ જેટલું અત્યંત સંવર્ધિત યુરેનિયમ હોવાનો અંદાજ છે, જેમાંથી 10 થી 11 જેટલા શક્તિશાળી પરમાણુ બોમ્બ બનાવી શકાય છે. અમેરિકી વિશેષ દળ ઈરાની સરહદમાં ઘૂસીને આ જથ્થો બહાર કાઢવા માટે ગ્રાઉન્ડ ઓપરેશન કરી શકે છે. આ મિશન માત્ર કલાકોનું નહીં પણ કેટલાક દિવસો સુધી ચાલી શકે છે, જેમાં અમેરિકી સૈનિકોએ પ્રતિકૂળ ઈરાની પ્રદેશમાં રહીને યુરેનિયમ રિકવર કરવાનું રહેશે. જોકે, ટ્રમ્પે હજુ આ અંગે અંતિમ મહોર મારી નથી, પરંતુ તેઓ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

અમેરિકા આવું જોખમ લેવા પાછળનું કારણ ભૂતકાળની સફળતા છે. 1994માં સોવિયત સંઘના વિઘટન બાદ કઝાકિસ્તાનમાં લાવારિસ પડેલા ૬૦૦ કિલો યુરેનિયમને સુરક્ષિત બહાર કાઢવા ‘પ્રોજેક્ટ સફાયર’ હાથ ધરવામાં આવ્યો હતો. તે સમયે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ગુપ્ત મિશન દ્વારા આ જથ્થો અમેરિકા પહોંચાડ્યો હતો જેથી તે આતંકીઓના હાથમાં ન જાય. તે સમયે ૩૧ સભ્યોની ટીમે ચાર અઠવાડિયા સુધી ગુપ્ત રીતે કામ કરીને ૨૦ પરમાણુ બોમ્બ બની શકે તેટલો યુરેનિયમનો જથ્થો ટેનેસીના સુરક્ષિત કોમ્પ્લેક્સમાં પહોંચાડ્યો હતો.

જોકે, કઝાકિસ્તાન અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિમાં જમીન-આસમાનનો તફાવત છે. કઝાકિસ્તાનમાં તે એક રાજદ્વારી અને સહયોગી મિશન હતું, જ્યાં સ્થાનિક સરકારની સંમતિ હતી. તેની સામે ઈરાન એક દુશ્મન દેશ તરીકે ઉભું છે, જે કોઈપણ હુમલાનો જવાબ મિસાઈલો અને ડ્રોનથી આપવા સક્ષમ છે. ઈસ્ફહાનની ભૂગર્ભ ટનલ અને બંકરોમાં રાખેલા ‘યુરેનિયમ હેક્સ ફ્લોરાઈડ’ (UF6) ગેસના સિલિન્ડરોને યુદ્ધના માહોલમાં બહાર કાઢવા એ જીવના જોખમ સમાન છે. આ કોઈ સામાન્ય મિશન નથી, પણ સીધા જંગને આમંત્રણ આપવા જેવી સ્થિતિ છે.

Tags: IrantrumpureniumUSA
Previous Post

વ્યાજની આવક ૫૦ હજારથી વધુ થશે તો બેંક ટીડીએસ કાપશે

Next Post

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.