Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

યુદ્ધ વિરામ છતાં વિશ્વમાં ઊર્જા કટોકટી યથાવત : ઇંધણના ભાવો આસમાને

ભારતમાં પણ પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ અને ડીઝલમાં મોટો ભાવવધારો થવાની શક્યતા

dharmendravaghela by dharmendravaghela
2026-04-17 11:40:02
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ કટોકટી સર્જાઈ છે, જેને

પગલે અત્યાર સુધીમાં અનેક દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી ગયા છે.

ફિલિપાઈન્સમાં ડીઝલના ભાવમાં 172 ટકાનો ઊછાળો થયો છે જ્યારે મ્યાંમારમાં પેટ્રોલ અને ડીઝલના

ભાવ ડબલ થઈ ગયા છે. જોકે, ભારતમાં હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. પરંતુ

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાની આશંકા

સેવાઈ રહી છે.

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધ શરૂ થયા પછી બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 71

ડોલરથી વધીને 111 ડોલર સુધી પહોંચી ગયા છે. સપ્લાય અંગે અનિશ્ચિતતા વધી છે. અમેરિકા અને

ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા પડી ભાંગતા ફરી એક વખત બ્રેન્ટ ક્રૂડના ભાવ ઊછળવાની આશંકા સેવાઈ

રહી છે.વૈશ્વિક સ્તર પર ગ્લોબલપેટ્રોલપ્રાઈસ.કોમના તાજા આંકડા મુજબ અમેરિકા-ઈરાન યુદ્ધ સમયમાં

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સૌથી વધુ વધારો કરનારા દેશોમાં ફિલિપાઈન્સમાં 172 ટકા, લાઓસમાં

169 ટકા, મ્યાંમારમાં 161 ટકા, મલેશિયામાં 124 ટકાનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલમાં

ભાવવધારાની અસર હજુ સુધી ભારત પર જોવા મળી નથી. ભારતમાં કેટલાક વર્ષોથી પેટ્રોલના ભાવ

પ્રતિ લીટર રૂ. 94.77 અને ડીઝલના ભાવ પ્રતિ લીટર રૂ. 87.67ના સ્તરે સ્થિર છે.

જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે, જેના કારણે

સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર અંકુશ મૂકેલા છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતું

રોકવા માટે તેના પરનો વધારાનો રૂ. 10નો એક્સાઈઝ સેસ ઘટાડી નાંખ્યો છે અને નિકાસ પરનો ટેક્સ

પણ વધાર્યો છે.

જોકે, એપ્રિલના અંતે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર તોતિંગ વધારાની આશંકા સેવાઈ

રહી છે. મેકક્વેર ગૂ્રપના રિપોર્ટ મુજબ સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 18 અને

ડીઝલ પર રૂ. 35નું નુકસાન થઈ રહ્યું છે. અમેરિકા-ઈરાન યુદ્ધ પૂરું થવાના હાલ કોઈ સંકેત દેખાતા નથી.

સરકારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા છે. જોકે, હવે ભાવ વધારો

રોકવો સરકાર માટે મુશ્કેલ બનશે તેમ મનાય છે.

Tags: crude price high
Previous Post

ભાવનગરના કુંભારવાડા મોક્ષમંદિરના દરવાજા સામે રોડ ખોદી નખાતા ડાઘુઓ પરેશાન

Next Post

નારી શક્તિ વંદન અધિનિયમ રાતોરાત લાગુ છતાં અમલમાં થશે વિલંબ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

નારી શક્તિ વંદન અધિનિયમ રાતોરાત લાગુ છતાં અમલમાં થશે વિલંબ

રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં બુધવારે શાંતિ વાટાઘાટો થશે

યુક્રેનને મદદ કરતા દેશો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની રશિયાની ખુલ્લી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.