Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નારી શક્તિ વંદન અધિનિયમ રાતોરાત લાગુ છતાં અમલમાં થશે વિલંબ

મહિલા આરક્ષણ કાયદાનો મધરાતથી જ અમલ શરૂ : નવા સીમાંકન બાદ ખરી અમલવારી શક્ય

dharmendravaghela by dharmendravaghela
2026-04-17 11:41:07
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારત સરકારના કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કરીને ‘નારી શક્તિ વંદન

અધિનિયમ’ (મહિલા અનામત કાયદો) ને 16 એપ્રિલ 2026 થી અમલમાં લાવવાની જાહેરાત કરી છે.

સપ્ટેમ્બર 2023 માં સંસદ દ્વારા પસાર કરાયેલા આ 106માં બંધારણીય સુધારા હેઠળ લોકસભા અને

રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે એક-તૃતીયાંશ (33%) બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે.
કાયદો અમલમાં આવ્યો હોવા છતાં, વર્તમાન લોકસભામાં મહિલાઓને તેનો લાભ તરત મળી શકશે

નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અનામત આગામી વસ્તી ગણતરી બાદ થનારા સીમાંકનની

પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ લાગુ થશે. હાલમાં સંસદમાં જે ચર્ચાઓ ચાલી રહી છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આ

અનામતને 2029 ની ચૂંટણી થી અમલમાં લાવવાનો છે. 16 એપ્રિલથી અમલીકરણ પાછળ

અધિકારીઓએ માત્ર ‘તકનીકી કારણો’ હોવાનું જણાવ્યું છે. આ કાયદો લાગુ થવા છતાં વર્તમાન

લોકસભામાં મહિલાઓને તેનો લાભ તુરંત નહીં મળી શકે. મહિલાઓ માટે અનામત આગામી વસતી

ગણતરીના આધારે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ લાગુ થઈ શકશે. પીએમ મોદીએ વિપક્ષને

આડે હાથ લેતા જણાવ્યું કે, “આ અવસર રાજકીય ત્રાજવે તોલવાનો નથી પણ વિકસિત ભારત બનાવવા

માટે સાથે મળીને ચાલવાનો છે. દેશની નારી શક્તિ આપણા નિર્ણયની સાથે આપણી નીયત પણ જોઈ

રહી છે, જો નીયતમાં ખોટ હશે તો દેશની મહિલાઓ ક્યારેય માફ નહીં કરે.”
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “મહિલાઓ વારંવાર

બહેકાવનારા પુરુષોને ઝટ ઓળખી લે છે. સીમાંકન અને વસ્તી ગણતરીના નામે આ બિલને લંબાવવામાં

આવી રહ્યું છે, જેમાં રાજકારણની ગંધ આવે છે.” તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ મહિલા અનામતનું સમર્થન કરે

છે પરંતુ સરકારની કાર્યપદ્ધતિ શંકાસ્પદ છે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકારે તમામ પક્ષો સાથે વાતચીત કરી છે અને મલ્લિકાર્જુન

ખડગેને ત્રણ વાર પત્ર પણ લખ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે શુક્રવાર સાંજે 4 વાગ્યે આ અંગે મતદાન થશે

અને સરકાર આનો શ્રેય લેવા માંગતી નથી, પરંતુ મહિલાઓને તેમનો હક અપાવવા કટિબદ્ધ છે.

Tags: indianari shakti adhiniyam
Previous Post

યુદ્ધ વિરામ છતાં વિશ્વમાં ઊર્જા કટોકટી યથાવત : ઇંધણના ભાવો આસમાને

Next Post

યુક્રેનને મદદ કરતા દેશો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની રશિયાની ખુલ્લી ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
રશિયા અને યુક્રેન ફરી તુર્કીયેમાં બુધવારે શાંતિ વાટાઘાટો થશે

યુક્રેનને મદદ કરતા દેશો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની રશિયાની ખુલ્લી ધમકી

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે ૧૦ દિવસનું સિઝફાયર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.