પાલીતાણા ખાતે હવામહેલ રોડ ઉપર કોર્ટની પાછળ આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાં ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર ભાર્ગવભાઇ દેવેન્દ્રભાઇ જોષી રહે.ગાયત્રીનગર, ભાવનગરવાળાએ ગોડાઉનમાંથી સરકાર શ્રી તરફથી આપવામાં આવતો રેશનીંગ તથા મધ્યાહ્નન ભોજનનો જથ્થો રાખવામાં આવેલ.તે પૈકી (૧) કપાસીયા તેલનાં ૧૫ કિલોના ડબ્બા નંગ-૨૭૦ કિ.રૂ.૮,૬૪,૦૦૦/-(૨) મધ્યાહ્નન ભોજનની તુવેરદાળ ૨૫ કિલોના દાગીના (કટ્ટા) નંગ-૪૦ કિ.રૂ.૯૭,૦૦૦/-(૩) PDS તુવેરદાળનાં ૨૦ કિલોના દાગીના (કટ્ટા) નંગ-૨૦ કિ.રૂ.૩૮,૮૦૦/-મળી કુલ રૂ.૯,૯૯,૮૦૦/-ની ચોરી થયેલ હોવાની પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.
દરમિયાન ગઇ કાલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમીરાહે હકિકત મળી આવેલ કે, ભાવનગરનાં પાલીતાણા મુકામે સરકારી અનાજનાં ગોડાઉનમાંથી થયેલ ચોરીનાં ગુન્હામાં જેતપુર સરકારી અનાજનાં ગોડાઉનમાં કામ કરતો આકાશ નામનો માણસ તથા અન્ય મજુરો સંડોવાયેલ છે.જે માહિતી આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ જેતપુર ખાતે જઇ તપાસ કરતાં આકાશ રામગોપાલ કરોરીયા (ઉ.વ.૨૨ ધંધો-મજુરી રહે.હાલ- સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ મુળ-રીઠોના,અમલીપુરા તાલુકો-અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશવાળા) મળી આવેલ. તેઓની પુછપરછ કરતાં તેણે તથા નીચે મુજબનાં તેનાં જાણીતાં તમામ માણસોએ મળી પાલીતાણા, સરકારી ગોડાઉન તથા ભાવનગર, કુંભારવાડામાં આવેલ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી તેલનાં ડબ્બાઓ તથા તુવેરદાળ વિગેરે ચોરીઓ કરેલ હોવાની કબુલાત આધારે નીચે મુજબનો તમામ મુદ્દામાલ કબ્જે કરી સરકારી ગોડાઉનમાં થયેલ ચોરીઓનાં વણશોધાયેલ નીચે મુજબનાં ગુન્હાઓ ગણતરીનાં દિવસોમાં શોધી કાઢવામાં ખુબ જ મહત્વની સફળતા મળેલ.જે તમામ આરોપીઓને આગળની વધુ કાર્યવાહી થવા માટે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
પકડાયેલ માણસોઃ
1.આકાશ રામગોપાલ કરોરીયા ઉ.વ.૨૨
2.વિકાસ રામગોપાલ કરોરીયા ઉ.વ.૨૦
3.સૌરભ ઇન્દ્રસિહ સેરબાગ ઉ.વ.૨૨ રહે.૧ થી ૩ સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ મુળ-રીઠોના,અમલીપુરા તાલુકો-અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશ
4.સચીન હીરાલાલ સૈનીક ઉ.વ.૨૦
5.સુબેદાર સુલતાનસીંગ સીસોદીયા ઉ.વ.૨૮
6.રામવરન મટરલાલ રાઠોડ ઉ.વ.૪૧ રહે.નં.૪ થી ૬ સીકંદરભાઇ ગુલાભાઇની ઓરડીમાં, સરકારી અનાજનાં ગોડાઉન પાસે, જેતપુર જી.રાજકોટ ગરીબકાપુરા તા.અમ્બાહ જી.મોરેના રાજય-મધ્યપ્રદેશ
7.ફીરોજભાઇ વાહીદભાઇ બાલાપઠીયા ઉ.વ.૩૮
8.અબ્દુલભાઇ વલીભાઇ ખફીફી ઉ.વ.૪૫ રહે.નં.૭ થી ૮ ખાંટકીવાડ, નવાગઢ તા.જેતપુર જી.રાજકોટ
9.રવીભાઇ ભુપતભાઇ જીંજુવાડીયા ઉ.વ.૩૮ ધંધો-ડ્રાયવીંગ રહે.ધાર, નવાગઢ તા.જેતપુર જી.રાજકોટ