Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

રાણી એલિઝાબેથના 10 દિવસ બાદ અંતિમ સંસ્કાર

રાણી એલિઝાબેથ 70 વર્ષ સુધી બ્રિટનના રાણી હતા: કાળા કપડાં પહેરવા, તમામ સરકારી કામો પર રોક

aaspassdaily by aaspassdaily
2022-09-09 10:22:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું હતું. રાજવી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ક્વીન એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે બપોરે બાલમોરલમાં અવસાન થયું હતું. રાણી એલિઝાબેથ 70 વર્ષ સુધી બ્રિટનના રાણી હતા અને તેમણે 15 વડાપ્રધાનોનો કાર્યકાળ જોયો હતો.
ક્વીન એલિઝાબેથના અવસાન બાદ ઓપરેશન લંડન બ્રિજ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. રાણી એલિઝાબેથના મૃત્યુ પછી અમલમાં મુકવામાં આવનારી યોજનાઓનું કોડનેમ ઓપરેશન લંડન બ્રિજ છે. માહિતી અનુસાર, મહારાણી એલિઝાબેથના મૃત્યુ પછી શું થશે તેની સંપૂર્ણ યોજના બ્રિટિશ સરકાર દ્વારા પૂર્વનિર્ધારિત છે. તેને કોડનેમ આપવામાં આવ્યું છે. ઓપરેશન લંડન બ્રિજ તરીકે ઓળખાતો આ કોડ ગોપનીય હતો પરંતુ તેના વિશેની માહિતી થોડા વર્ષો પહેલા જાહેર થઈ ગઈ હતી.
પીટીઆઈના અહેવાલ અનુસાર, મહારાણીના પાર્થિવ દેહની અંતિમયાત્રાનું સંચાલન કરવા માટે એક વિશાળ સુરક્ષા અભિયાનની યોજના બનાવવામાં આવી છે. તે જાણીતું છે કે, જ્યારે મહારાજા જ્યોર્જ છઠ્ઠાનું 65 વર્ષ પહેલા અવસાન થયું ત્યારે ‘હાઈડ પાર્ક કોર્નર’ કોડનેમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફોર્બ્સ અનુસાર, વર્ષ 2017માં ‘ધ ગાર્ડિયન’એ એક લેખ પ્રકાશિત કર્યો હતો જેમાં ચાર્લ્સને નવા રાજા કેવી રીતે જાહેર કરવામાં આવશે તે અંગેની યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાણીના નિધન બાદ સમગ્ર બ્રિટનમાં શોકનો માહોલ છે. નિયમો અનુસાર બકિંગહામ પેલેસમાં શોકમાં સજ્જ એક નોકરે દરવાજા પર નોટિસ લગાવી. તે જ સમયે ઘાટા પૃષ્ઠભૂમિ સાથે સમાન સંદેશ મહેલની વેબસાઇટ પર દેખાશે જે બકિંગહામ પેલેસના ગેટ પર મૂકવામાં આવ્યો છે. તમામ સમાચાર વાચકો કાળો સૂટ અને કાળી ટાઈ પહેરશે. તમામ સરકારી કાર્યક્રમો બંધ રહેશે. યુકે સરકારની તમામ વેબસાઈટ પર બ્લેક બેનર પણ લગાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કાર તેમના મૃત્યુના 10 દિવસ પછી કરવામાં આવશે. લંડન બ્રિજના કોડનેમ મુજબ પહેલું નિવેદન પીએમ આપશે. આ સિવાય તમામ મંત્રીઓને નિર્દેશ આપવામાં આવશે કે, જ્યાં સુધી પીએમનું નિવેદન બહાર ન આવે ત્યાં સુધી તેઓ કંઈ બોલે નહીં. આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલય દ્વારા બંદૂકની સલામી આપવામાં આવશે અને સમગ્ર યુકેમાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. આ સાથે પીએમ દેશને સંબોધિત કરશે.

PM મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત


પીએમ મોદીએ ટ્વીટ કરીને બ્રિટેનના મહારાણીના નિધન પર દૂખ વ્યક્ત કર્યું છે સાથે જ પરિવારને સાંત્વના આપતા એલિઝાબેથ-2 સાથેની જૂની યાદોને વાગોળી છે ‘મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના મૃત્યુથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા સંવેદના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે’

Tags: queens funaral after 10 daysUK
Previous Post

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 96 વર્ષની વયે નિધન

Next Post

અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
10મી સપ્ટેમ્બરે PM મોદી ફરીવાર આવશે ગુજરાત

અમિત શાહ આગામી 11મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત

દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

દિલ્હીમાં નવા કર્તવ્યપથનું લોકાર્પણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.