Wednesday, May 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભોજશાળામાં પૂજાની મંજૂરી મળ્યા બાદ હવે કુતુબ મિનાર પરિસરમાં પૂજા માટે કાનૂની લડાઈ

યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ' ના બેનર હેઠળ હિન્દુ સંગઠનોનું એક વિશેષ પ્રતિનિધિમંડળની કાનૂની લડત માટે તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-05-20 11:48:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મધ્ય પ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળામાં પૂજા કરવાની મંજૂરી મળ્યા બાદ હવે દિલ્હીના પ્રસિદ્ધ કુતુબ મિનાર પરિસરમાં પણ પૂજાના અધિકાર માટેની કાનૂની લડાઈ તેજ બની છે.
મધ્ય પ્રદેશના ધારમાં સ્થિત ભોજશાળામાં પૂજા કરવાની મંજૂરી આપતા કાનૂની નિર્ણય બાદ, હિન્દુ સંગઠનોમાં ઉત્સાહનો માહોલ છે. હવે આ જ તર્જ પર દિલ્હીના ઐતિહાસિક કુતુબ મિનાર પરિસરમાં પણ પૂજા અને અર્ચના કરવાનો અધિકાર મેળવવા માટેની કાનૂની લડતને વેગ આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ‘યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ’ ના બેનર હેઠળ હિન્દુ સંગઠનોનું એક વિશેષ પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં દેશના જાણીતા વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનની મુલાકાત લેશે, જેમણે ભોજશાળા અને જ્ઞાનવાપી જેવા હાઈ-પ્રોફાઈલ કેસોમાં હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ઇતિહાસકારો અને હિન્દુ સંગઠનોના જણાવ્યા અનુસાર, કુતુબ મિનાર પરિસરમાં આવેલો પ્રખ્યાત લોહ સ્તંભ વાસ્તવમાં રાજા અનંગપાલ દ્વારા બનાવવામાં આવેલા વિષ્ણુ મંદિરનો એક ભાગ હતો, જેને ‘વિષ્ણુ સ્તંભ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તંભની નજીક જ એક વિવાદાસ્પદ માળખું આવેલું છે જેને ‘કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદ’ નામ આપવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગ (ASI) ના પૂર્વ નિર્દેશક ડૉ. ધર્મવીર શર્માના મતે, આ માળખું કુતુબુદ્દીન ઐબકે 27 હિન્દુ અને જૈન મંદિરો તોડીને તેના મલબામાંથી બનાવ્યું હતું, જેની પુષ્ટિ મસ્જિદના મુખ્ય ગેટ પર લખાયેલા શિલાલેખ પરથી પણ થાય છે. આજે પણ આ દિવાલો પર સનાતન સંસ્કૃતિના પ્રતીકો અને દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
અગાઉ વર્ષ 2020 માં વકીલ વિષ્ણુ શંકર જૈન દ્વારા દિલ્હીની સાકેત કોર્ટમાં કુતુબ મિનાર પરિસરમાં પૂજાની મંજૂરી માટે અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે 2023 માં ફગાવી દીધી હતી. જો કે, તેમણે હિંમત હાર્યા વિના ફરીથી આ મામલે કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે, જેના પર કોર્ટે નોટિસ જારી કરી છે અને હાલ આ મામલો કોર્ટમાં લંબિત (Pending) છે. યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટના અધ્યક્ષ જયભગવાન ગોયલનું કહેવું છે કે, જો દેશની ભોજશાળામાં હિન્દુઓને ન્યાય મળી શકતો હોય, તો દિલ્હીના આ પરિસરમાં સદીઓથી ઉપેક્ષિત મૂર્તિઓની પૂજા કરવાનો અધિકાર પણ મળવો જ જોઈએ.

Tags: delhiqutub minar parisar
Previous Post

ગુજરાત સરકારનું મિશન કરકસર

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત સરકારનું મિશન કરકસર
તાજા સમાચાર

ગુજરાત સરકારનું મિશન કરકસર

May 20, 2026
ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી
તાજા સમાચાર

ડાબેરી પક્ષોની વિજયની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેવાની ચીમકી

May 20, 2026
ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સમાં યોજાનાર શિખર સંમેલનમાં નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો

May 20, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.