Wednesday, August 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વિશ્વ યોગ દિવસ–2026 નિમિત્તે શહેર વ્યાપી યોગ કાર્યક્રમો

બોરતળાવ ખાતે વિશેષ "આઇકોનિક યોગ કાર્યક્રમ"*નું આયોજન સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા નાગરિકો સામૂહિક યોગાભ્યાસ કરશે.

dharmendravaghela by dharmendravaghela
2026-06-20 12:09:04
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત સરકારના આયુષ મંત્રાલય તથા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ–2026ની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “Yoga for Healthy Ageing (યોગ દ્વારા તંદુરસ્ત વૃદ્ધાવસ્થા)” થીમ આધારિત વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત મુખ્ય શહેરસ્તરીય કાર્યક્રમ તા. 21ને, રવિવારના રોજ સવારે 5:30 કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરશે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીને શહેરના દરેક ખૂણે પહોંચાડવાના હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 13 વોર્ડમાં વોર્ડવાઇઝ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દરેક વોર્ડમાં સ્થાનિક નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, રહેણાંક સોસાયટીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે સામૂહિક યોગાભ્યાસ યોજાશે.
આ ઉપરાંત, વિશ્વ યોગ દિવસની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે *ભાવનગરના ઐતિહાસિક બોરતળાવ ખાતે વિશેષ “આઇકોનિક યોગ કાર્યક્રમ”*નું આયોજન કરવામાં આવશે. કુદરતી અને મનોહર વાતાવરણ વચ્ચે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગસાધકો, રમત-ગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવાનો તથા નાગરિકો એકસાથે યોગાભ્યાસ કરશે. બોર તળાવના ઐતિહાસિક અને પર્યટન મહત્ત્વને ધ્યાનમાં રાખીને યોજાનારો આ કાર્યક્રમ યોગના વૈશ્વિક સંદેશને વધુ વ્યાપક બનાવવાની સાથે ભાવનગર શહેરની આગવી ઓળખને પણ ઉજાગર કરશે.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાનારા મુખ્ય કાર્યક્રમ, બોર તળાવ ખાતેના આઇકોનિક યોગ કાર્યક્રમ તેમજ શહેરના તમામ 13 વોર્ડમાં આયોજિત યોગ કાર્યક્રમોના સ્થળોએ ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં રોપાઓનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ ભાવનગરના નિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, વેપારી સંસ્થાઓ તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ યોગ અંગે જનજાગૃતિ અને સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજવામાં આવશે.ભાવનગર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી *”સ્વસ્થ ભાવનગર – નિરોગી ભાવનગર”*ના સંકલ્પને સાકાર બનાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.

Tags: bhavnagaryog divas
Previous Post

નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરેમળી રહે તેમ સંકલન સાધીને કામ કરવા મંત્રી વાઘાણીની તાકીદ

Next Post

ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ
તાજા સમાચાર

પેટ્રોલ-ડીઝલ અને વિમાનના ઈંધણ પર સરકારે વધાર્યો વિન્ડફોલ ટેક્સ

August 4, 2026
તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
તાજા સમાચાર

તા.8-10 સપ્ટેમ્બરે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર

August 4, 2026
ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક
તાજા સમાચાર

ભારતમાં અનેક WhatsApp એકાઉન્ટ 24 કલાક માટે બ્લોક

August 4, 2026
Next Post
ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

ભાવનગર ખાતે ત્રીશક્તિ આર્ટ આયોજિત પ્રદર્શન ખુલ્લુ મુકાયું

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.