Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે: પ.પૂ. આનંદબાવા

કિરણભાઈ દ્વારકાદાસ સંઘવી “વૃદ્ધનિકેતન” વૃદ્ધાશ્રમનું સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન થયું

dharmendravaghela by dharmendravaghela
2026-06-23 12:19:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા દાતા પરિવારના પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના વરદ્ હસ્તે નંદાલય હવેલીના પ.પૂ. આનંદબાવાના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું.
વૃધ્ધાશ્રમના પ્રમુખ નીલાબેન ઓઝાએ નવા બિલડીંગ અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે સૌ ટ્રસ્ટીઓના સહિયારા પ્રયાસથી અમો આ અઘરું કામ કરી શકયા છીએ. તેમણે જણાવ્યું હતું કે આજે ત્રિવેણી સંગમ છે. વિશ્વ યોગ દિવસ, ફાધર્સ-ડે અને વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન. મુંબઈના વિલસન પેન વાળા દુલારીબેનનું ખૂબજ મોટુ આર્થિક યોગદાન મળ્યું છે. ત્યારબાદ વૃધ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈએ જણાવ્યું હતું કે આ ૫૦ વર્ષ જુના થઈ ગયેલ વૃધ્ધાશ્રમની જગ્યાએ નવુ આધુનિક વૃધ્ધાશ્રમ બનવું જોઈએ એ મારૂ ઘણા સમયથી સ્વપ્ન હતું. આજે તે સાકાર થવા જઈ રહ્યું છે તેનો મને ખૂબજ આનંદ છે. મારી જીંદગીનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેઓ પોતાની જુવાનીથી માંડીને આજે વૃધ્ધાવસ્થા સુધી આ વૃધ્ધાશ્રમ સાથે જોડાયેલા છે અને તેમનું સમગ્ર જીવન વૃધ્ધાશ્રમને સમર્પિત કરી દીધુ છે.
નંદાલય હવેલીના પ.પૂ. ગોસ્વામી આનંદબાવાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે. ભાવનગર વૃધ્ધાશ્રમ એ ગુજરાતના આદર્શ વૃધ્ધાશ્રમો માનું એક છે. આ વૃધ્ધાશ્રમમાં ૫૦ વર્ષો દરમિયાન અનેક વૃધ્ધ-વડીલોએ આશરો લીધો હશે તે તમામના આશીર્વાદ ટ્રસ્ટીગણને મળી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવનમાં આવતી ચાર અવસ્થાઓનો સ્વિકાર કરવો જોઈએ. પ્રભુ ગોવર્ધનનાથજીના ચરણોમાં વિનંતી છે કે ૫૦ વર્ષોથી ચાલતી આ સંસ્થા હજુ વધુ ર૦૦ વર્ષ સુધી ચાલતી રહે અને નિરાધાર વડીલોનો આશરો બનતી રહે.
વૃધ્ધાશ્રમના સહમંત્રી દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે અમોને વડીલોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ આધુનિક સગવડતાવાળું વૃધ્ધાશ્રમ બનાવ્યું છે. અહી વસવાટ કરનાર તમામ વડીલોના અમોને આશીર્વાદ મળશે. આવુ આધુનિક સગવડતાવાળુ વૃધ્ધાશ્રમ બનાવવા અમારે ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ હતો, જે એક પડકારરૂપ હતો, પરંતુ ઈશ્વર કૃપાથી અમોને માત્ર ૩ મહિનામાં જ આ માટેનું ડોનેશન પ્રાપ્ત થઈ ગયુ હતું.
ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાને જયા પણ તેમની જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમના અંતમા મંત્રી બુધાભાઈ પટેલએ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે બધાના સહીયારા પ્રયાસથી આ નવું સુંદર મજાનું વૃધ્ધાશ્રમનું બિલ્ડીંગ બની શકયું છે. તેઓએ તમામ ટ્રસ્ટીગણ, સંસ્થાના તમામ કર્મચારીગણ તથા મકાનના બાંધકામમાં આર્કીટેકટ મચ્છર સ્ટ્રકચરલ એન્જિનીયર અતુલભાઈ વોરા તથા કમલેશભાઈ ડોડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા બિલ્ડીંગના તમામ નાના-મોટા કામો સંભાળનાર સંસ્થાના કર્મચારી રાજેશભાઈનો પણ ખાસ આભાર માન્યો હતો.આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભા.જ.પા. પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ઉષાબેન, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, અનેક દાતાઓ, શહેરના ઉદ્યોગપતિઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.

Tags: bhavnagarvrudhashram opening
Previous Post

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

Next Post

સિહોર ન.પા.ના જેસીબી મશીનજાણી જોઈને બંધ રખાતા હોવાના આક્ષેપ!

dharmendravaghela

dharmendravaghela

Related News

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત
ભાવનગર

પાલીતાણામાં નંદપ્રભા પ્રાસાદની નૂતન ધર્મશાળાનું વિધિવિધાન સાથે કરાયું ખાતમુહૂર્ત

June 23, 2026
મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો
ભાવનગર

મહુવાના માઢિયા ગામે મંદિરમાં ચોરી કરનાર તસ્કર મુદામાલ સાથે ઝડપાયો

June 23, 2026
266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા
ભાવનગર

તળાજાના શખ્સે મ્યુલ એકાઉન્ટ મારફત લાખો રૂપિયા સગેવગે કર્યા, ગુનો દાખલ

June 23, 2026
Next Post

સિહોર ન.પા.ના જેસીબી મશીનજાણી જોઈને બંધ રખાતા હોવાના આક્ષેપ!

6 પોલીસ અધિકારીઓ સહિત 19 લોકો સામે CID ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ

પાલીતાણામાં ટ્રાવેલ્સની ઓફિસમાંથી નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.