Friday, July 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઇરાકથી ક્રૂડ ઓઇલ લઈને આવતા ભારતીય જહાજ ઉપર ગોળીબાર

ચાલકદળની સૂઝબૂઝથી જહાજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી ગયું

dharmendravaghela by dharmendravaghela
2026-07-03 11:47:14
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇરાકથી લગભગ ૨૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈ ભારત આવતા જહાજ પર ગોળીબારનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એમટી સેનમાર હેરલ્ડ નામનું આ ઓઇલ ટેન્કર હોર્મુઝની ખાડીમાં ઇરાની જળવિસ્તારમાં હુમલાની ઝપેટમાં આવી ગયું હતું. તેના પર મોટાપાયા પર ગોળીઓ છોડતાં તેને નુકસાન થયું હતું. જો કે ચાલકદળની સૂઝબૂઝથી જહાજ હોર્મુઝની ખાડી સફળતાપૂર્વક પાર કરી ગયું હતું.
સૌથી મોટી રાહત આપનારી વાત એ હતી કે તેમા કોઈ જાનહાનિ થઈ ન હતી. આ જહાજ પર ઇરાકનું બસરા હેવી ક્રૂડ અને બસરા હેવી ક્રૂડ ઓઇલ ટેન્કર લદાયેલું છે. હવે આ ટેન્કર ઇરાની જળવિસ્તારમાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગોળીઓના છરા વાગતા જહાજના નિયંત્રણ કક્ષને નુકસાન થયું છે.
આ હુમલાના પગલે તરત જ જહાજ અને તેમા સવાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ક્રૂએ તેનો રુટ બદલી કાઢ્યો. જહાજમાં કેપ્ટન સહિત કુલ ૨૨ ક્રૂ મેમ્બર સવાર હતા. રુટ બદલ્યા પછી જહાજ બીજા કોઈપણ ભયનો સામનો કર્યા વગર ભારતીય કિનારે લાંગરવામાં સફળ રહ્યું.
ઇઝરાયેલે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે નો રિટર્ન પોલિસી અપનાવી છે. આ પોલિસી હેઠળ તે હવે તેના પર હુમલો થયો હોય તે વિસ્તાર પરથી કબ્જો કે અંકુશ છોડશે નહી. અગાઉ તેણે આ વિસ્તારો છોડયા હતા, પરંતુ તેના પછી તેના પર હુમલા બંધ થયા નથી. આ સંજોગોમાં ઇઝરાયેલ ગાઝા, લેબનોન અને સીરિયા જ્યાંથી તેના પર હુમલા થયા છે તેમા એક પણ સ્થળેથી તેનું લશ્કર પરત હટશે નહી. આમ તણે ઇરાનને સ્પષ્ટ જવાબ આપી દીધો છે. જો ઇરાન આના બદલામાં અમારા પર હુમલો કરશે તો અમે પણ તેનો પર સીધો હુમલો કરીશું એમ ઇઝરાયેલે જણાવ્યું હતું.
ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારત તરફથી બિહારના ગવર્નર સૈયદ અતા હસનૈન, કેન્દ્રીય રાજ્યમંત્રી પવિત્ર માર્ગારેટા, કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદ, પીડીપી પ્રમુખ મહબુબા મુફતી અને જૈન મુનિ આચાર્ય લોકેશ સહિત કેટલાય ભારતીય પ્રતિનિધિ જશે. ઇરાને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને આમંત્રણ મોકલ્યું છે, પરંતુ તે જશે કેનહી તે સુનિશ્ચિત નથી.
પારાદીપ પોર્ટ ઓથોરિટીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે કે એમટી સન્માન હેરાલ્ડ સતત ભારતીય નૌકાદળ સાથેના તાલમેળમાં કામ કરી રહ્યું હતું. હોર્મુઝમાં થયેલા ગોળીબારના કારણે નુકસાન સહન કરવા છતાં જહાજ પહેલી જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે સુરક્ષિત રીતે ભારતના પારાદીપ બંદરે પહોંચી ગયું હતું. હાલમાં તો કેપ્ટન અને ક્રૂ કાર્ગો ઉતારવામાં લાગેલા છે. તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
યુદ્ધગ્રસ્ત અને ખતરનાક વિસ્તારમાંથી જહાજને સલામત રીતે લાવવા બદલ પારાદીપ બોર્ડે ક્રૂના સભ્યોની પ્રશંસા કરી હતી. પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ આખી ઘટનામાં માસ્ટર અને ક્રૂએ અસાધારણ સાહસ, વ્યવસાયિક અભિગમ અને સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે. હોર્મુઝમાં હાલમાં રોજના પાંત્રીસેક જહાજ પસાર થાય છે, ગઇકાલે ૩૪ જહાજ પસાર થયા હતા.

Tags: firing on indian shiphormuzmt sanmar herald
Previous Post

સણોસરા લોકભારતીમાં વિદ્યાર્થીઓ માટે ‘ફિનિશિંગ સ્કુલ પ્રકલ્પ’નો મંગલ પ્રારંભ

Next Post

ભાવનગરમાં દિવસ-રાત્રિના તાપમાન વચ્ચે માત્ર સાડાત્રણ ડિગ્રીનો તફાવત

dharmendravaghela

dharmendravaghela

Related News

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે
આંતરરાષ્ટ્રીય

વિશ્વ વિખ્યાત ‘એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ’ની ઊંચી ટોચ પર ચઢીને લગ્નનો પ્રસ્તાવ મૂકનાર કપલ જેલ હવાલે

July 3, 2026
વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં લા ગુએરા રાજ્યના તમામ સરકારી અધિકારીઓના મોત

July 3, 2026
જમ્મુ કાશ્મીરમાં બીજા દિવસે પણ વાદળ ફાટતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ
તાજા સમાચાર

જમ્મુ કાશ્મીરમાં બીજા દિવસે પણ વાદળ ફાટતા અનેક સ્થળોએ પૂરની સ્થિતિ

July 3, 2026
Next Post
ભાવનગરમાં દિવસ-રાત્રિના તાપમાન વચ્ચે માત્ર સાડાત્રણ ડિગ્રીનો તફાવત

ભાવનગરમાં દિવસ-રાત્રિના તાપમાન વચ્ચે માત્ર સાડાત્રણ ડિગ્રીનો તફાવત

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

ઉપરવાસના ભારે વરસાદથી જેસરના ઉગલવાણ ગામે કોઝવે પાણીમાં ગરકાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.