ભાવનગર,તા.૬
ઘોઘા તાલુકામા કુકડ ગામે દર શનિવારે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવે છે વર્ષોથી આ પરંપરા શરૂ છે. ભારતીય સંસ્કૃતિના જતનનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં કુકડ ગામના ગેમલજી ભગત જેઓ એ “હરીને ભજતા હજુ કોઈની લાજ જતી નથી જાણી રે” તેના રચિયતા છે તેઓ એ અનેક ભજનો અને કાવ્યો ની રચના કરી છે.તાજેતરમાં મોરારીબાપુના વરદ હસ્તે ગેમલજી ભગતના પરિવારના ભજનિક નરેશસિંહ એન ગોહિલનું સન્માન કરેલ.
શનિવાર ભજન સંધ્યાનાના કાર્યક્રમમાં ભાગવતાચાર્ય હરેશભાઈ પાઠક (નારીવાળા) અને જે પી ભટ્ટ આ ભજન સંધ્યામાં સહભાગી બનેલ અને ભજનિક નરેશસિં નું સન્માન શાલ અને ફૂલ હારથી કરેલ.આ વર્ષોથી ચાલતા ભજન સંધ્યાના કાર્યકમમાં આજુબાજુના ગામના ભજનિકો અને સંગીતકારો વિનામૂલ્યે સહભાગી બનેલ છે.ગામના ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાય છે.



