Wednesday, July 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બિષ્નોઈ ગેંગ વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી : ૨૪ રીઢા ગુનેગારોની ધરપકડ

અમેરિકાએ ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે આંતરરાષ્ટ્રીય અભિયાન 'ઓપરેશન હાર્ડ બોલ' શરૂ કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-07-08 11:37:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાના ન્યાય વિભાગ અને એફબીઆઈ દ્વારા ભારતીય સંગઠિત ગુનાહિત જૂથો સામે અત્યાર સુધીનું

સૌથી મોટું આંતરરાષ્ટ્રીય અભિયાન ‘ઓપરેશન હાર્ડ બોલ’ શરૂ કરવામાં આવ્યું છે. આ સંયુક્ત કાર્યવાહી

અંતર્ગત કેલિફોર્નિયા, કેનેડા અને સ્પેન સહિતના દેશોમાં 50થી વધુ સર્ચ વોરંટ બજવીને કુલ 24 રીઢા

ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 આરોપીઓ હજુ પણ ફરાર છે.
અમેરિકી ફેડરલ ચાર્જશીટ મુજબ, ભારતીય જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેરકાયદેસર મોબાઈલ

ફોન અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા વૈશ્વિક સ્તરે નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સિન્ડિકેટમાં તેનો ઉત્તર

અમેરિકાનો મુખ્ય સાગરિત ગોલ્ડી બ્રાર અને યુરોપનો ઓપરેશનલ હેડ રોહિત ગોદારા સક્રિય ભૂમિકા

ભજવતા હતા. આ ગેંગ મુખ્યત્વે વિદેશમાં વસતા ભારતીય મૂળના વેપારીઓને ડરાવીને લાખો ડોલરની

ખંડણી વસૂલતી હતી અને સોશિયલ મીડિયા પર પોતાની ગુનાહિત છબીનો પ્રચાર કરતી હતી. કેનેડાના

સરેમાં જૂન ૨૦૨૩માં એક અગ્રણી રાજકીય અને ધાર્મિક નેતાની થયેલી હત્યાનો આદેશ પણ બિશ્નોઈ

અને ગોલ્ડી બ્રારે આપ્યો હોવાનો ગંભીર આરોપ છે.
આ ઓપરેશન અંતર્ગત કુલ ૩૭ આરોપીઓ સામે ત્રણ અલગ-અલગ ફેડરલ ગુના નોંધાયા છે. જેમાં

બીજું નેટવર્ક જગ્ગુ ભગવાનપુરિયાનું છે, જે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સુધી કોન્ટ્રાક્ટ કિલિંગ અને

ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. ત્રીજું નેટવર્ક કેનેડાથી રવિન્દર સિંહ ઢાંડા દ્વારા ચલાવવામાં આવતું હતું, જે

સાઉથ કેલિફોર્નિયાથી કેનેડા સુધી સેંકડો કિલો કોકેન અને મેથામ્ફેટામાઈન સપ્લાય કરતો હતો.
તપાસ એજન્સીઓએ દરોડા દરમિયાન આશરે 1,000 કિલોગ્રામ કોકેન, 1 કિલો હેરોઈન, 12 ગેરકાયદેસર

હથિયારો અને 40,000 ડોલર રોકડા જપ્ત કર્યા છે. અમેરિકી સત્તાવાળાઓ અને એફબીઆઈના

અધિકારીઓએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ઓપરેશને ત્રણ નિર્દિષ્ટ આંતરરાષ્ટ્રીય સંગઠનોના મૂળ પર

સીધો પ્રહાર કરીને સમાજમાં ફેલાતી હિંસા અને ડરને નાબૂદ કરવાનું મહત્વપૂર્ણ કામ કર્યું છે.

 

Tags: bishnoi gang us
Previous Post

ઈરાનના ૮૦ લશ્કરી થાણા ઉપર અમેરિકાની એર સ્ટ્રાઇક

Next Post

પશ્ચિમ બંગાળમાં બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના  સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
તાજા સમાચાર

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએ ગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

July 8, 2026
નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના  નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી
તાજા સમાચાર

નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી

July 8, 2026
સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો
તાજા સમાચાર

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં કડાકો : સોના – ચાંદીના ભાવ પણ તૂટ્યા

July 8, 2026
Next Post
પશ્ચિમ બંગાળમાં બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

પશ્ચિમ બંગાળમાં બાળકી ઉપર દુષ્કર્મનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

સેન્સેક્સમાં 700, નિફ્ટી પણ 200 પોઈન્ટનો ઘટાડો

પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા શેરબજારમાં કડાકો : સોના - ચાંદીના ભાવ પણ તૂટ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.