નેપાળમાં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતર્યા છે. જે હાલમાં જ ચૂંટાયેલા બાલેન શાહની સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વહીવટીતંત્રના કડક વલણના પગલે લોકો બાલેન શાહ સરકાર પર આક્રોશમાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ સરકારી અધિકારીઓ ગેરકાયદે દબાણ વિરુદ્ધ કડક પગલાં લઈ રહ્યા છે. જેના લીધે ગરીબો અને બેઘર લોકો માટે મુશ્કેલીઓ વધી છે. જેથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જેમાં હજારો ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ તેમને વૈકલ્પિક પુનર્વસનની વ્યવસ્થા વિના બહાર કાઢવાના 12 જુલાઈના સરકારના નિર્ણય સામે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન યુનાઈટેડ નેશનલ લેન્ડલેસ મોરચાના કોલ પર આયોજિત આ પ્રદર્શન કાઠમંડુમાં સિંહદરબાર સચિવાલયની સામે સ્થિત મૈતીઘર મંડલા ખાતે થયું હતું.
જેમાં પ્રદર્શનકારીઓ ગરીબો પર અત્યાચાર બંધ કરો અને માનવ અધિકારને માનવાના નારા લગાવ્યા હતા. તેમજ ભૂમિહીન ઝૂંપડપટ્ટીમાં રહેવાસીઓને આશ્રય આપો” જેવા સૂત્રો વિરોધ પ્રદર્શન કર્યું હતું.





