વ્રતનો માસ ગણાતા અષાઢ માસમાં આજે દેવશયની એકાદશીના દિવસ સાથે નાની બાળાઓના મોળાકત (ગૌરીવ્રત)નો વ્રતનો પ્રારંભ થાય છે. બાળાઓ આજથી અષાઢી પૂર્ણિમા પાંચ દિવસ સુધી મીઠા વગરનું ભોજન લઈને વ્રત કરશે.અને ગુરૂપુર્ણિમાના દિવસે વ્રતધારી બાળાઓ રાત્રીના ૧૨ વાગ્યા સુધીનું જાગરણ કરી વ્રતનું સમાપન કરશે.
હિન્દૂ સમાજમાં ભારતીય સંસ્કૃતીં હજુ જળવાઈ રહી છે. તેનું એક ઉત્તમ ઉદાહરણ આજથી શરુ થયેલા નાની બાળાઓના મોળાક્ત વ્રત છે. આજથી શરુ થયેલા મોળાક્ત વ્રત માટે બાળાઓએ અગાઉથી તૈયારીઓ કરી હતી આજે સવારે નાનકડી બાળકીઓ પરીઓની માફક નવા વસ્ત્રો ધારણ કરીને આકર્ષક શણગાર સજી હાથમાં પૂજાની થાળી અને જુવારા સાથે માતા અથવા પરિવારના વડીલો સાથે શિવ મંદિરે પહોંચી હતી અને ત્યાં…





