Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બોરડા ગામે બેફામ દોડતી ખાનગી બસ દુકાનમાં ઘૂસી: પ્રૌઢના બંને પગ ભાંગી ગયા

‘રાજ ટ્રાવેલ્સ’ બસના અજાણ્યા ચાલક સામે મહુવા પોલીસે ગુનો નોંધ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-08-10 13:50:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

તળાજા તાલુકાના બોરડા ગામ ચોકડી પાસે દાઠા-ગોપનાથ રોડ પર બેફામ ઝડપે આવી રહેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ દુકાન સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં દુકાન પાસે ઉભેલા ખેડૂતને પણ બસે અડફેટે લેતાં તેમના બંને પગે ગંભીર ફ્રેક્ચર થયા છે. આ અંગે ઈજાગ્રસ્ત પ્રૌઢે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, બોરડા ગામે રહેતા અને ખેતીકામ કરતા દૂદાભાઈ શામજીભાઈ શિયાળ રવિવારે સવાર સુમારે પોતાના ઘરેથી દૂધના કેન લઈને ગામની ડેરીએ દૂધ ભરવા ગયા હતા. દૂધ ભરીને પરત ફરતી વખતે તેઓ દાઠા-ગોપનાથ રોડ પર રાજુભાઈ નાજાભાઈ ભમ્મરની દુકાને ઉભા હતા. તે દરમિયાન સામેની સાઈડથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી ‘રાજ ટ્રાવેલ્સ’ની બસ રજિ. નં. GJ 04 AX 8828 ના ચાલકે બસ દૂદાભાઈ અને દુકાન સાથે ભટકાડી હતી.
અકસ્માત બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દૂદાભાઈને મહુવાની વેદાંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં તેમના બંને ગોઠણની નીચેના ભાગે ગંભીર ઈજા થતાં ફેક્ચર હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જાણવા મળ્યું છે. મહુવા ટાઉન પોલીસ મથકના અનાર્મ એ.એસ.આઈ. એન.આર. ડાભીએ હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધી છે, જ્યારે આગળની તપાસ પી.એસ.આઈ. રેવર ચલાવી રહ્યા છે.

Tags: bordaBUs accidentmahuva
Previous Post

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

dharmendravaghela

dharmendravaghela

Related News

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર
ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

August 10, 2026
પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

August 10, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.