Monday, August 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એમકેબી યુનિ.માં ‘રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પ્રારંભ : ‘વંદે માતરમ્–માત્ર ગાન નહીં, ભાન પણ જરૂરી’ મોરારીબાપુની ટકોર

૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા ૭ દિવસીય કાર્યક્રમ: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજ અને પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યા રહ્યા ખાસ ઉપસ્થિત

dharmendravaghela by dharmendravaghela
2026-08-10 13:46:53
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૯થી ૧૫ ઓગસ્ટ દરમિયાન યોજાનારા ‘વંદે માતરમ્–રાષ્ટ્રવંદના સપ્તાહ’નો પૂ. મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો.

કાર્યક્રમમાં પૂ. મોરારીબાપુએ અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને યાદ કર્યા હતા. તેમણે અનુરોધ કર્યો હતો કે ‘વંદે માતરમ્’નું માત્ર ગાન જ નહીં, પરંતુ તેનું ભાન પણ કાયમ રહેવું જોઈએ. વ્યક્તિ પોતાના વિચાર, ઉચ્ચાર, આચાર, વ્યવહાર અને વિહાર પર સંયમ રાખે તો તેનું જીવન રાષ્ટ્રસેવાનું માધ્યમ બની શકે છે.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અનોખા આયોજન બદલ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે, નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડતો આ સંદેશ સર્વત્ર પ્રસરે તે આવશ્યક છે. કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજે ભારપૂર્વક જણાવ્યું કે, વીજળી-પાણીની બચત અને પર્યાવરણ જતન જેવી પોતાની રોજિંદી જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવવી એ જ સાચી રાષ્ટ્રવંદના છે.
આ પ્રસંગે પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાએ ‘વંદે માતરમ્’ ગીતના ઐતિહાસિક સંદર્ભો અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતના યોગદાન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભે સ્વામી સહજાનંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિહિત પાઠકના નિદર્શન હેઠળ લોકવાદ્યવૃંદની ભાવસભર પ્રસ્તુતિ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. શક્તિસિંહ પરમાર અને ડો. ધૃતિ પંડ્યાએ કર્યું હતું. આ સપ્તાહ દરમિયાન રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીઓને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં અધ્યાપકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: bhavnagarmkUniversityvandematram
Previous Post

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

dharmendravaghela

dharmendravaghela

Related News

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો
ભાવનગર

પેડલ ગો વિથ હેલ્થ: હણોલમાં સાયકલના પેડલ સાથે ગૂંજ્યો નશા મુક્ત ભારતનો નારો

August 10, 2026
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર
ભાવનગર

નારી ચોકડી પાસેના કોમ્પલેક્ષમાં જુગાર રમતા ૫ શખ્સો 60 હજાર રોકડા સાથે ઝડપાયા

August 10, 2026
ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ
તાજા સમાચાર

ઝારખંડમાં વિદ્યાર્થીઓની બેરિકેડ ઓળંગી વિધાનસભા તરફ કૂચ

August 10, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.