Sunday, August 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મહારાષ્ટ્ર FDAની સિપ્લા સામે કાર્યવાહી : પુણે યુનિટનું દવાનું લાઇસન્સ રદ કરાયું

નિરીક્ષણ દરમિયાન દવાઓ સીધી ફ્લોર પર રાખવામાં આવેલી મળી

dharmendravaghela by dharmendravaghela
2026-08-29 12:16:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ સિપ્લા ફાર્મા એન્ડ લાઇફ સાયન્સિસ લિમિટેડની પુણે સ્થિત કેરી એન્ડ ફોરવર્ડિંગ યુનિટનું દવા વેચાણ માટેનું લાયન્સ રદ કર્યું છે, જેમાં દવાઓના પેકેજિંગ, સંગ્રહ અને દવાઓ પરત મંગાવવામાં ગંભીર ગેરરીતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એફડીએએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુણે જિલ્લાના વાડકી સ્થિત કંપનીના મુખ્ય વેરહાઉસના નિરીક્ષણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને લાઇસન્સ રદ કરવાનો આદેશ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. નિયમનકારે જણાવ્યું હતું કે યુનિટના નિરીક્ષણ દરમિયાન દવાઓ સીધી ફ્લોર પર રાખવામાં આવેલી મળી હતી અને એક્સપાયર્ડ દવાઓને હેન્ડલ કરવાની પ્રક્રિયાઓમાં પણ ખામીઓ જોવા મળી હતી.
આ વર્ષે જૂનની આસપાસ હાથ ધરવામાં આવેલા નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ જાણવા મળ્યું કે પ્રિસ્ક્રિપ્શન પર વેચાનારી દવા “રીએક્ટિન પ્લસ ટેબ્લેટ્સ”ના પેકેજિંગ પર તેને અનધિકૃત રીતે “એનાલ્જેસિક અને એન્ટિપ્રાયરેટિક” તરીકે લેબલ લગાવવામાં આવ્યું હતું. એફડીએ એ આ દવાનો 11.19 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું કે આ પ્રકારનો પ્રચાર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ વિરુદ્ધ છે.
આ પછી એફડીએ એ કંપનીને બજારમાંથી ખોટી રીતે લેબલવાળી રિએક્ટિન પ્લસ ટેબ્લેટ્સ પાછી ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, નિયમનકારના જણાવ્યા મુજબ, કંપનીએ આ સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ત્યાર બાદ કરવામાં આવેલા નિરીક્ષણમાં સીએન્ડએફ યુનિટની દવા વેચાણ અને વિતરણ પ્રણાલીમાં સ્ટોરેજ ખામીઓ, ખરીદી અને વેચાણ રેકોર્ડ અને વાસ્તવિક કમ્પ્યુટરાઇઝ્ડ સ્ટોક ડેટા વચ્ચે વિસંગતતાઓ અને દવાઓ પરત લેવાની સૂચનાઓનું પાલન ન થયું હોવાનું બહાર આવ્યું. આ પછી એફડીએ એ લાયસન્સધારકને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી.

Tags: ciplafda actionPune
Previous Post

LoC પર ઘૂષણખોરીની કોશિશ, સેનાનો ગોળીબાર

Next Post

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

dharmendravaghela

dharmendravaghela

Related News

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!
તાજા સમાચાર

બે નિષ્ફળતા બાદ ISROના વ્હીકલનું કમબેક!

August 29, 2026
ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી
આંતરરાષ્ટ્રીય

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

August 29, 2026
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો
આંતરરાષ્ટ્રીય

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

August 29, 2026
Next Post
વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

વેનેઝુએલાના 65 બિલિયન બેરલ ઓઈલ પર અમેરિકાનો કબજો

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

ન્યૂયોર્કમાં ઈસ્કોન પહોંચેલા RSS પ્રમુખ મોહન ભાગવતે પૂજા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.