Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

૩૬ વર્ષના નીચલા સ્તરે ઉતર્યું, ભારત માટે ચેતવણીનો સંકેત

dharmendravaghela by dharmendravaghela
2026-09-12 11:56:53
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર દ્વારા ક્રૂડ તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંના એક સાઉદી અરેબિયામાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ૩૬ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયું છે. આ ભારત માટે પણ ચેતવણીનો સંકેત છે, કારણ કે સાઉદી અરેબિયા ભારતના ટોચના સપ્લાયર્સમાં સામેલ છે.
સાઉદી અરેબિયાનું કહેવું છે કે તેનું દૈનિક ઉત્પાદન ૧.૯ મિલિયન બેરલ ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું છે, જે ૧૯૯૦ પછીનું સૌથી નીચું સ્તર છે. ઓગસ્ટમાં નિકાસમાં પણ ૪૦% ઘટાડો થયો છે. કામચલાઉ ટેન્કર ટ્રેકિંગ ડેટા અનુસાર, સાઉદી અરેબિયાની નિકાસ ૫.૧ મિલિયન બેરલથી ઘટીને ૩.૧ મિલિયન બેરલ થઈ ગઈ છે. ઓપેક દેશોમાં સાઉદી અરેબિયા સૌથી મોટું ક્રૂડ ઉત્પાદક છે.સાઉદી અરેબિયા ભારતનો ત્રીજો સૌથી મોટો સપ્લાયર છે. ઈરાન યુદ્ધ પહેલા, સપ્ટેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે સાઉદી અરેબિયાથી દૈનિક પુરવઠો ૭૪૩,૦૦૦ બેરલ હતો, જે ફેબ્રુઆરી અને ઓગસ્ટ વચ્ચે ઘટીને ૪૪૦,૦૦૦ બેરલ થઈ ગયો હતો.
ક્રૂડ તેલના ભાવ વધવાથી ભારતના આયાત બિલમાં વધારો થશે અને રૂપિયા પર દબાણ આવશે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વાૃધારો થઈ શકે છે. ભારત તેની તેલની જરૂરિયાતોના લગભગ ૯૦ ટકા આયાત કરે છે.ઈરાની જહાજો પરના હુમલાઓએ અખાતમાં ટ્રાફિકને અસર કરી છે. દરમિયાન, યમનના હુતી બળવાખોરો દ્વારા દરિયાકાંઠાના શહેર મોચા પર કબજો કરવાથી લાલ સમુદ્રમાં પરિવહન કરતા જહાજો માટે ખતરો વધી ગયો છે. આ બંદર બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પાસે આવેલું છે, જે વૈશ્વિક શિપિંગ માટેનો બીજો મહત્વપૂર્ણ માર્ગ છે. આ જ કારણ છે કે પુરવઠામાં ઘટાડો થવાને કારણે તેલના ભાવમાં વાૃધારો થયો છે.

Tags: lowest crude oil productionSaudi Arabia
Previous Post

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

Next Post

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ
તાજા સમાચાર

10 વર્ષ પછી ભારતમાં સાથે દેખાશે મોદી-પુતિન-જિનપિંગ

September 12, 2026
Next Post
PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.