Friday, September 18, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારત-ચીન પર લાગશે 100% ટેરિફ? અમેરિકી સંસદમાં પાસ થયો કાયદો!

રશિયાનું નામ લઈને ભારત અને ચીનને નિશાને લેવાયા?, ટ્રમ્પને મળી ગયું નવું હથિયાર

dharmendravaghela by dharmendravaghela
2026-09-17 12:26:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકાની સંસદના નીચલા ગૃહ ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ દ્વારા રશિયા સામે ટેરિફ બિલ પસાર કરવામાં આવ્યું છે. આ બિલ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેવા દેશો પર 100% સુધીના ટેરિફ લાદવાનો કાનૂની અધિકાર આપે છે, જેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસની ખરીદી ચાલુ રાખે છે. આ જોગવાઈ હેઠળ ભારત અને ચીન સીધા જ રડારમાં આવ્યા છે.
ગૃહમાં આ બિલ 262 વિરુદ્ધ 159 મતોથી પાસ થયું હતું. ખાસ બાબત એ રહી કે યુક્રેન યુદ્ધ સંદર્ભે રશિયા પર આર્થિક દબાણ વધારવાના હેતુથી ડઝનબંધ ડેમોક્રેટ સાંસદોએ પણ રિપબ્લિકન પાર્ટી સાથે મળીને આ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર પૂર્ણ સ્તરે આક્રમણ કર્યું હતું, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો યુરોપનો સૌથી ઘાતક સંઘર્ષ બની રહ્યો છે અને આજે પણ ચાલી રહ્યો છે. આ બિલને ‘ધ લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026’ નામ આપવામાં આવ્યું છે. અગાઉ ગત મહિને યુએસ સેનેટમાં 86-11ના ભારે બહુમતી મતથી તે મંજૂર થઈ ચૂક્યું હતું. હવે તે અંતિમ મંજૂરી માટે વ્હાઇટ હાઉસ મોકલવામાં આવ્યું છે, જ્યાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પર હસ્તાક્ષર કરીને કાયદાનું સ્વરૂપ આપશે તેવી પૂરી શક્યતા છે.
ભારતના પરિપ્રેક્ષ્યમાં આ બિલની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેનાથી ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન ઉર્જા ખરીદનારા મોટા દેશો સામે ‘સેકન્ડરી ટેરિફ’ લાદવાની અસાધારણ સત્તા મળે છે.100% સુધી ટેરિફની જોગવાઈ: રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદતા દેશો પર અમેરિકા 100% સુધી ટેરિફ લગાવી શકે છે. ગૃહમાં થયેલી ચર્ચા દરમિયાન ભારત અને ચીનને ખાસ કરીને મુખ્ય ખરીદદાર દેશો તરીકે દર્શાવવામાં આવ્યા હતા.આ બિલ પસાર થવાથી ભારત પર આપો આપ 100% ટેરિફ લાગુ થઈ જતો નથી. આ કાયદો અમેરિકાના પ્રેસિડેન્ટને નિર્ણય લેવાની મુનસફી અને કાનૂની અધિકાર આપે છે.બિલના સમર્થકોની દલીલ છે કે ઊંચા ટેરિફનો ડર બતાવીને ભારત અને ચીન જેવા દેશોને રશિયા પાસેથી ઉર્જા ખરીદી બંધ કરવા અથવા ઘટાડવા મજબૂર કરી શકાશે, જેથી વ્લાદિમીર પુતિન પર આર્થિક સંકટ વધારી શકાય.

Tags: us tariffs india china
Previous Post

મોદીના 76મા જન્મદિને 76 મહિલાઓને 76 સ્વસ્થ દેશી ગીર ગાયો ભેટ અપાશે: મુખ્યમંત્રી હાજર રહેશે

Next Post

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના બેવડા ધોરણો, પોતે કરે તે લીલા..બીજા કરે તે પાપ!

September 18, 2026
પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની આર્થિક હાલત કફોડી,વિદેશ યાત્રા પર પ્રતિબંધ

September 18, 2026
એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે
તાજા સમાચાર

એઆઈ બુદ્ધિના અવનવા સ્વરૂપોને શોધશે

September 18, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અથડામણ: ૨ આતંકવાદી ઠાર

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

દિલ્હીથી લઇને હિમાચલ સુધીના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.