• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, September 30, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સેન્સેક્સમાં 1000થી વધુ,નિફ્ટીમાં 325 પોઇન્ટનો કડાકો

શેરબજારમાં આવેલા અચાનક ભૂચાલ પાછળ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય જવાબદાર?

dharmendravaghela by dharmendravaghela
2026-09-28 12:13:27
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજારમાં મોટા કડાકાની સ્થિતિ જોવા મળી છે. બજાર ખુલવાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો જોરદાર કડાકા સાથે તૂટ્યા હતા, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાંથી અરબો રૂપિયા ધોવાઈ ગયા છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ પાછલા શુક્રવારના બંધ સ્તર 73,895 સામે ઘટીને 73,734 પર ખુલીને અચાનક 900 કરતા વધુ પોઈન્ટ સુધી તૂટ્યો હતો અને 72,981 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો. આ જ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ગત બંધ 23,140 સામે ઘટીને 23,065 પર ઓપન થયો હતો અને એક જ ઝાટકે 23,000 ના મહત્વપૂર્ણ સ્તરથી નીચે ગગડી ગયો હતો, જે 280 પોઇન્ટના ઘટાડા સાથે 22,855 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારમાં પ્રવર્તેલી આ મંદીને કારણે લાર્જ કેપથી લઈને સ્મોલકેપ સુધીના તમામ શેરો લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. BSE ના લાર્જ કેપ સેગમેન્ટના તમામ 30 શેરો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. ખાસ કરીને HDFC Bank (1.90%), Kotak Bank (1.80%), SBI (1.60%), HUL (1.58%), Trent (1.56%), Bajaj Finance (1.40%), Reliance (1.35%) અને ICICI Bank (1.34%) ના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બેંકિંગ ઇન્ડેક્સ (BSE Bankex) 1.60% અને IT ઇન્ડેક્સ 1.10% ગગડ્યા હતા. આ કડાકાને કારણે રોકાણકારોના રૂ. 6 લાખ કરોડથી વધુ ડૂબી ગયા છે.શેરબજારમાં આવેલા આ અચાનક ભૂચાલ પાછળ આંતરરાષ્ટ્રીય પરિબળો મુખ્ય જવાબદાર ગણાવાઈ રહ્યા છે. આ લખાય છે ત્યારે 11-30 કલાકે સેન્સેક્સમાં 1025 અને નિફટીમાં 325 પોઇન્ટનો ઘટાડો જોવામળી રહ્યો છે.
ચાંદી એક ઝાટકે 6600, સોનું 3000થી વધુ તૂટ્યાં


બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી નીકળી
આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી નરમાઈ અને વૈશ્વિક આર્થિક પરિબળોની સીધી અસર સ્થાનિક વાયદા બજાર પર જોવા મળી છે, જેના કારણે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી નીકળી હતી.આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ડિસેમ્બર વાયદાના સોનામાં ગત સત્રનો બંધ ભાવ રૂ. 153277 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ 150399 પર ખુલીને મોટો ઘટાડો દર્શાવ્યો હતો. બજાર ખુલ્યા બાદ પણ સોનું નીચામાં 150224 સુધી ગયું હતું. સોનું રૂ. 150517 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવની સરખામણીમાં આશરે 1.80% (રૂ. 2760) ના ઘટાડાને દર્શાવે છે. જોકે સોનામાં આજે 3053થી વધુનો કુલ કડાકો બોલાઈ ગયો હતો. જોકે પછીથી તેમાં સામાન્ય રિકવરી જોવા મળી હતી હતી. ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ડિસેમ્બર વાયદાની ચાંદીનો ગત બંધ ભાવ રૂ. 234696 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ રૂ. 232300 પર ખુલી હતી. કારોબાર દરમિયાન ચાંદી ઘટીને નીચામાં રૂ. 228035 ના સ્તરે પહોંચી ગઈ હતી. હાલમાં ચાંદી રૂ. 228783 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે,

Tags: sensex down
Previous Post

ગુજરાતની 42 નવી ટેકનિકલ કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર

Next Post

ભારતના એસ્સાર ગ્રૂપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
ભારતના એસ્સાર ગ્રૂપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે

ભારતના એસ્સાર ગ્રૂપ અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે

ફતેહપુરમા સિલિન્ડર બ્લાસ્ટ, ચાર લોકોના મોત

ફતેહપુરમા સિલિન્ડર બ્લાસ્ટ, ચાર લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In