રાજ્યની ફી રેગ્યુલેટરી કમિટીના માળખા મુજબ ગુજરાતની 42 નવી ટેકનિકલ કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે, જેમાં કોલેજોના અવાસ્તવિક ખર્ચના અંદાજોને ફગાવી દેતા કેટલીક કોલેજોની ફીમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે.
ઉદાહરણ તરીકે, મોનાર્ક કોલેજ ઓફ ફાર્મસીના એમ.ફાર્મ અભ્યાસક્રમની ફી 2 લાખ રૂપિયામાંથી 46 ટકા જેટલી ઘટાડીને 1.08 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, એનઆરઆઈ વિદ્યાર્થીઓની ફી અલગ બેંક એકાઉન્ટમાં જમા રાખવાનો નવો નિયમ પણ ફરજિયાત પણે લાગુ કરવામાં આવ્યો છે.તેમ સુત્રોમાંથ જાણવા મળ્યું છે.





