પ્રયાગરાજમાં માતાટીલા અને મૌદહા ડેમમાંથી પાણી છોડાતા ગંગા અને યમુનાના જળસ્તરમાં વધારો થયો છે.પ્રયાગરાજમાં બંને નદીઓનું પાણી હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. સંગમ વિસ્તારમાં પણ પાણી ઝડપથી આગળ વધી રહ્યું છે.
સંગમ ખાતે ગંગા-યમુનાનું પાણી લેટે હનુમાન મંદિરની નજીક સુધી પહોંચી ગયું છે. પાણીનું સ્તર વધતાં સ્થાનિક તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નદી કિનારા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. ડેમમાંથી વધુ પાણી છોડવામાં આવે તો જળસ્તરમાં હજુ વધારો થવાની શક્યતા છે. સમગ્ર સ્થિતિને લઈને પ્રશાસન એલર્ટ મોડમાં છે.






