ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. તેમજ સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ અકસ્માત બાદ ઘરના માલિકની તબિયત આઘાતને કારણે બગડી ગઈ હતી. આ ઘટના સ્થળેથી ગેસના ચાર સિલિન્ડર મળી આવ્યા હતા અને એવું જાણવા મળ્યું છે કે તેમાંથી બેમાં વિસ્ફોટ થયો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ ઘરમાં રસોઇ બનાવતી વખતે ગેસ પાઇપમાં અચાનક લીકેજ થવાને કારણે આગ લાગી અને ઘરમાં ધુમાડો ભરાવા લાગ્યો હતો. તેમજ બધા દોડીને બહાર નીકળી ગયા હતા.આ હોબાળો સાંભળીને પાડોશીઓ પણ ઘટનાસ્થળે એકઠા થવા લાગ્યા હતા.
ઉપરના માળની છત ધરાશાયી થઈ હતીઆ દરમિયાન બીજા માળે રહેલા બે લોકો આગ ઓલવવા માટે નીચે દોડી આવ્યા. હતા. તે જ સમયે એક જોરદાર વિસ્ફોટ થયો અને ઉપરના માળની છત ધરાશાયી થઈ હતી. જેમાં ત્રણ લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમજ ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.આ દુર્ઘટનાની જાણ થતાં જ કલેકટર અને પોલીસ અધિક્ષક સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ ઘટના અંગે માહિતી મેળવી હતી. પોલીસ,ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર બચાવ અને રાહત કામગીરીમાં લાગ્યા હતા. તેમજ પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત ગેસ સિલિન્ડરના વિસ્ફોટને કારણે થયો હતો. ફોરેન્સિક અને ફાયર વિભાગની ટીમો તપાસ કરી રહી છે.





