નર્મદા જિલ્લામાંથી ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 48 કલાકમાં મહત્તમ 138.68 મીટરે પહોંચશે, હાલ 137.94 મીટરે પહોંચી ચૂકી છે. 15 સેપ્ટમ્બરના રોજ ડેમ તેની મહત્તમ સપાટી પર પહોંચી જશે, હાલ માત્ર 54 સેમી મહત્તમ સપાટીથી દૂર છે.હાલ પાણીની આવક 1 લાખ 26 હજાર 413 ક્યુસેક છે જ્યારે નર્મદા નદીમાં ટોટલ જાવક 65 હજાર 076 ક્યુસેક છે. ત્રણ વર્ષ બાદ નર્મદા બંધ ફરી સંપૂર્ણ છલકાશે તે દિવસે CM ભૂપેન્દ્ર પટેલ નર્મદાના વધામણાં કરવા કેવડિયા જશે