સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ભુઈયાં રવિવારે હૈદરાબાદમાં NALSAR યુનિવર્સિટી ઑફ લૉના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા.જ્યાં તેમણે એવી કોઈપણ પ્રક્રિયા મનસ્વી છે, જે લાખો ભારતીયોને મતદાનના અધિકારથી વંચિત રાખે છે આવી પ્રક્રિયા બંધારણીય વ્યવસ્થાને નકારે છે, અબજોપતિ હોય કે રિક્ષા ચલાવનાર હોય. બંનેના મતનું મૂલ્ય સમાન હોય છે તેમ જણાવ્યું હતું.
ભારતનું બંધારણ નાગરિકોના બે વર્ગ બનાવતું નથી, જેમાં એક વર્ગને મત આપવાનો અધિકાર હોય અને બીજા વર્ગને તેનાથી વંચિત રાખવામાં આવે.
ભારતીય નાગરિકોને મોટા પાયે મતદાન કરતા રોકતી કોઈપણ પ્રક્રિયા બંધારણની કલમ 326 અને 14નું ઉલ્લંઘન હશે., જો કોઈ પ્રક્રિયા લાખો ભારતીય નાગરિકોને પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિક બનાવી દે, તો તે મનસ્વી છે.આવી પ્રક્રિયા બંધારણના પાયાને નુકસાન પહોંચાડે છે. તે બંધારણીય વ્યવસ્થાને નકારવા સમાન છે.કોઈપણ સંસ્થા કે સત્તાધિકારી આવું કરી શકે નહીં, કોઈપણ અદાલત તેને માફ કરી શકે નહીં. બંધારણથી ઉપર કોઈ નથી.
લોકશાહીમાં સર્વોચ્ચ પદ નાગરિકનું
જ્ઞાનેશ કુમાર પદ છોડે: કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે X પર લખ્યું- જસ્ટિસ ભુઇયાંની ટિપ્પણીથી આ સાબિત થઈ ગયું છે કે CECએ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે ઘણું બધું કહ્યું છે અને CECનો સંપૂર્ણ પર્દાફાશ કર્યો છે. જ્ઞાનેશ કુમારે પદ પર રહેવાનો તમામ નૈતિક અધિકાર ગુમાવી દીધો છે.






